Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવામાં અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ પૂનમ પાંડે વિરુદ્ધ નોંધાઈ FIR

ગોવામાં અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ પૂનમ પાંડે વિરુદ્ધ નોંધાઈ FIR

04 November, 2020 03:03 PM IST | Panaji
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગોવામાં અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ પૂનમ પાંડે વિરુદ્ધ નોંધાઈ FIR

પૂનમ પાંડે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

પૂનમ પાંડે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)


પોતાની બોલ્ડ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી મોડેલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે (Poonam Pandey) ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે પણ તેનો વાયરલ વીડિયો જ આ પાછળ જવાબદાર છે. ગોવામાં અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ પૂનમ પાંડે વિરુદ્ધ ગોવા ફોરવર્ડ પાર્ટીની વિમેન વિંગે ફરિયાદ નોંધાવી છે.

ગોવામાં ચાપોલી ડેમ પર અશ્લીલ વીડિયો શૂટ કરવાને લઈને ગોવા ફોરવર્ડ પાર્ટીની વિમેન વિંગ દ્વારા પૂનમ વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે. આ સિવાય વલ્ગર વીડિયોનું શૂટિંગ કરવા માટે અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ પણ FIR ફાઈલ થઈ છે. ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ હેઠળ આ ફરિયાદ દાખલ થઈ છે. પૂનમ પાંડે શૂટિંગ બાદ ગોવાથી મુંબઈ પરત ફરી હતી. પૂનમ પાંડેનો અશ્લીલ વીડિયો શૂટ કરવા માટે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે.



ગોવા ફોરવર્ડ પાર્ટીની વિમેન વિંગે કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, અમે તમારું ધ્યાન અભિનેત્રી પૂનમ પાંડેવાળા કથિત પોર્ન વીડિયો તરફ દોરવા ઇચ્છીએ છીએ જે રાજ્યમાં સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે. આ વીડિયો એક રીતે ગોવાની મહિલાઓ પર હુમલો છે અને આ રાજ્યની છબીને ખરાબ કરી રહ્યો છે. આ પોર્ન વીડિયોની શૂટિંગ કાનાકોનામાં ચોપાટી ડૈમમાં થઈ છે. પોતાની સંસ્કૃતિ માટે જાણીતા કાનાકોનાના લોકો માટે આ મોટા ઝટકા સમાન છે.


ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, અમને નવાઈ તે વાતની લાગે છે કે આ વીડિયોને સરકારી સંપત્તિમાં શૂટ કરવામાં આવ્યા છે. કોની પરવાનગીથી? આ મામલે તપાસ થવી જોઇએ અને દોષીઓ સામે કાર્યવાહી પણ થવી જોઈએ. ગોવા ફારવર્ડ પાટીના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા દુર્ગાદાસ કામતે ગોવાને કથિર રીતે પોર્ન ડેસ્ટિનેશનલ બનાવા માટે ભાજપ પર પ્રહાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડેએ વર્ષ 2013માં ફિલ્મ 'નશા'થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે હિન્દી ફિલ્મ ઉપરાંત તેલુગુ અને કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. આ સિવાય પૂનમ પાંડેનું સોશ્યલ મીડિયા ફૅન ફોલોઈંગ બહુ મોટું છે. તે સતત પોતાની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છેનઅને તેની આ હોટ અને બોલ્ડ તસવીરોના અનેક લોકો દિવાના છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 03:03 PM IST | Panaji | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK