ફાઇનલી બિગ બૉસ આવ્યું ટૉપ ફાઇવમાં

Published: 19th January, 2021 16:10 IST | Rashmin Shah | Mumbai

છેલ્લાં પંદર વીકથી ટીઆરપી માટે હવાતિયાં મારતો શો અંતે ટોચના પાંચ શોમાં આવ્યો

સલમાન ખાન
સલમાન ખાન

કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’ની મહેનત અંતે ફળી અને આ વીકમાં શો ટીઆરપીની રેસમાં ટોચના પાંચ શોમાં એન્ટર થયું. જોકે એ પછી પણ એ હજી પાંચમા સ્થાને છે અને આ સ્થાને પણ એ ક્યાં સુધી ટકી રહેશે એ પણ એટલું જ મહત્ત્વનું છે. ‘બિગ બૉસ’ની ગઈ સીઝને તમામ પ્રકારના ટીઆરપી રેકૉર્ડ તોડી નાખ્યા હતા એટલે આ વર્ષે એવી અપેક્ષા રખાતી હતી કે શો જબરદસ્ત હિટ થશે, પણ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ, શો શરૂ થતાં જ સીધો ખાડામાં ઊતરી ગયો, જેને બહાર લાવવા માટે કલર્સ ચૅનલ અને પ્રોડક્શન-હાઉસે ભરપેટ મહેનત કરવી પડી અને એ પછી હવે છેક પંદરમા અઠવાડિયે શોની ટીઆરપી ઊંચકાઈ અને એ પાંચ ટોચના શોમાં સામેલ થયો.

આ વર્ષની સીઝન ૧૦૦ દિવસ ચલાવવાની ગણતરી રાખવામાં આવી હતી, પણ એવું ન કરતાં મેકર્સે શોને ૨૧ વીકનો શો કર્યો છે, જેને લીધે ‘બિગ બૉસ’ હજી એકથી સવા મહિનો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK