Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રમ ભટ્ટ કંગના સાથે જોડાશે તો ક્લેપર બૉયનું કામ કરશે તેમ કહે છે

વિક્રમ ભટ્ટ કંગના સાથે જોડાશે તો ક્લેપર બૉયનું કામ કરશે તેમ કહે છે

16 September, 2020 04:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિક્રમ ભટ્ટ કંગના સાથે જોડાશે તો ક્લેપર બૉયનું કામ કરશે તેમ કહે છે

વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ


ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટે કંગનાના મ્હોંફાટ સ્વભાવ વિષે તાજેતરમાં જ નવભારત ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે જો કંગના સાથે કામ કરવાનું આવે તો હવે કદાચ એ તો ક્લેપર બૉય તરીકે જ કામ કરશે. તેમણે તો આમ કહેવા પાછળના કારણો પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે, “કેટલાક લોકો પોતાના વિચારો પોતાના સુધી જ સિમિત રાખે છે પણ અમુક લોકો પોતના અભિપ્રાયો બિંદાસ્ત એક્સપ્રેસ કરે છે, કંગના પણ એમાંની એક છે. આ સ્વતંત્ર ભારત છે અને કોઇ કેવી રીતે કોઇને પણ જે કહેવું હોય તેમ કહેતા રોકી શકે?”

તેમણે કહ્યું કે, “કંગના તો પોતે જ હવે પોતાની ફિલ્મો ડાયરેક્ટ કરે છે. હું એમ નથી કહેતો કે હું તેની સાથે કામ નહીં કરું પણ હું કરીશ શું? જો મારે એની સાથે કામ કરવાનો વારો આવશે તો મારે તો ક્લેપર બૉય તરીકે જ કામ કરવાનું થશે અને શૂટમાં હું ક્લેપ આપીશ કારણકે કંગના તો સ્ટોરી પણ જાતે લખે છે અને ફિલ્મો પણ પોતે જ ડાયરેક્ટ કરે છે.”



 તેમણે ઉમેર્યું કે, “પણ જો તમે કોઇને અકળાવશો, ન ગમે એમ બોલશો તો પ્રત્યાઘાતો માટે તૈયાર રહેવું જ જોઇએ. કોઇ લૂઝ બૉલ ફેંકશે તો સામે કોઇ સિક્સર ઠોકી જ દેશે. તમે પોલિટિરલ સ્ટેટમેન્ટ કરશો તો તમારી સાથે પણ રાજકારણ જ ખેલાશે. મેં જ્યારે ભટ્ટ કેમ્પમાંથી નીકળવાનું નક્કી કર્યું એ જ સમયે કંગનાએ મહેશ ભટ્ટ, વિશેષ ફિલ્મ્સની ફિલ્મો કરી હતી. ગેંગસ્ટર, લો લમ્હેં  વગેરે ફિલ્મોમાં કામ કરતી હતી. આ કારણે મને બહુ અનુભવ નથી કે એ કેવી હતી જ્યારે તે એ ફિલ્મોમાં કામ કરતી હતી.”


મહેશ ભટ્ટ સાથે મતભેદ તથા વિક્રમ ભટ્ટે મહેશ ભટ્ટ કેમ્પમાં કામ કરવાનું બંધ કર્યું હતું અને પછી રાઝ 3 વખતે તે ફરી વિશેષ ફિલ્મ્સ સાથે કામ કરવા માંડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2020 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK