Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તારીખ ન હોવાથી મલંગમાં ક્રિતી કામ નહોતી કરી શકી: મોહિત સૂરિ

તારીખ ન હોવાથી મલંગમાં ક્રિતી કામ નહોતી કરી શકી: મોહિત સૂરિ

16 January, 2020 01:50 PM IST | Mumbai

તારીખ ન હોવાથી મલંગમાં ક્રિતી કામ નહોતી કરી શકી: મોહિત સૂરિ

મોહિત સૂરિ

મોહિત સૂરિ


ડિરેક્ટર મોહિત સુરીએ જણાવ્યું હતું કે ક્રિતી સૅનનને ‘મલંગ’માં કામ કરવાની ઇચ્છા હતી, પરંતુ તેની પાસે સમય નહોતો. ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ‘મલંગ’માં દિશા પટણી, આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમુ પણ જોવા મળવાનાં છે. આ ફિલ્મમાં પહેલાં દિશાની જગ્યાએ ક્રિતીને પસંદ કરવામાં આવી હતી.

kriti-sanon



ક્રિતીએ આ સાયકોલોજિકલ થ્રિલરની સ્ક્રિપ્ટ પણ વાંચી હતી, પરંતુ જ્યારે ડૅટ્સની વાત આવી તો વાત જામી શકી નહીં. ફિલ્મમાં મોટા કલાકારો હોવાથી તેમની તારીખો સાથે તાલમેળ ગોઠવવો એ એક મોટી બાબત હતી. આ સંદર્ભે મોહિત સૂ‌િરએ કહ્યું હતું કે ‘એક ડિરેક્ટર તરીકે મારું કામ છે કે હું કલાકારો સાથે વાતચીત કરું. મેં મારું કામ કર્યું. જોકે એ દરમ્યાન તેને ‘હાઉસફુલ 4’ અને ‘પાનીપત’ની ઑફર કરવામાં આવી હતી. ક્રિતીને ખરેખર ‘મલંગ’માં કામ કરવુ હતું. જોકે તેણે અન્ય ફિલ્મો કરવા માટે આ ફિલ્મ છોડવી પડી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2020 01:50 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK