Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ Section 375નું નવુ પોસ્ટર જાહેર, જુઓ રિચા ચઢ્ઢાનો અંદાજ

ફિલ્મ Section 375નું નવુ પોસ્ટર જાહેર, જુઓ રિચા ચઢ્ઢાનો અંદાજ

23 August, 2019 07:30 PM IST |

ફિલ્મ Section 375નું નવુ પોસ્ટર જાહેર, જુઓ રિચા ચઢ્ઢાનો અંદાજ

ફિલ્મ Section 375નું નવુ પોસ્ટર જાહેર, જુઓ રિચા ચઢ્ઢાનો અંદાજ


અક્ષય ખન્ના અને રિચા ચઢ્ઢા સ્ટારર ફિલ્મ સેક્શન 375નું નવુ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં રિચા ચઢ્ઢાનો લુક દેખાઈ રહ્યો છે. આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે રિચાના રોલનું નામ હિરલ ગાંધી છે. રિચાએ ફિલ્મનું પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શૅર કરી હતી. ફિલ્મમાં ઈન્ડિયન પીનલ કોડના સેક્શન 375ને લઈને કોર્ટ ડ્રામા જોવા મળશે. હાલમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં કોર્ટ ડ્રામાની સાથે ભારતમાં દુષ્કર્મને લઈને ઘણી વ્યથાઓ દર્શાવવામાં આવી છે.




અક્ષય ખન્ના અને રિચા ચઢ્ઢાની સેક્શન 375 આસપાસ ગુંથાયેલી ફિલ્મ સેક્શન 375નું ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મની કહાની સેક્શન 375 બળાત્કારના મુદ્દાઓ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેમાં એક એવા મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે, જેની સામે દેશ રોજ ઝઝૂમે છે. ફિલ્મમાં મજેદાર કોર્ટ રૂમ ડ્રામા જોવા મળી રહ્યો છે. સેક્શન 375માં રિચા ચઢ્ઢાની સાથે રાહુલ ભટ્ટ અને મીર ચોપડા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મને અજય બહલે ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થતા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતું નજર આવી રહ્યું છે.

આ પણ વાંચો: બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ 


ટ્રેલર રિલીઝ થતા જ તેને હજારો વ્યૂઝ મળી ચુક્યા છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ચાહકો તેને કેટલા પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં બળાત્કારના મુદ્દાને બતાવવામાં આવ્યો છે. અભિનેત્રી રિચા ચઢ્ઢા ફિલ્મમમાં અંડરકવર એજન્ટની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. રિચાએ કહ્યું કે, તે બોલીવુડમાં આવી ત્યારથી જ ઈચ્છતી હતી કે અક્ષય ખન્ના સાથે કામ કરું, હવે જઈને મારું આ સપનું પૂર્ણ થયું છે. અક્ષયજી સાથે કામ કરીને મને સારું લાગ્યું છે. ફિલ્મ 13 સપ્ટેમ્બરે રીલિઝ થશે. અને ફિલ્મનું ટ્રેલર જોઈને તેના માટે ઉત્સુક્તા પણ વધી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2019 07:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK