Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > ફિલ્મ પ્રિવ્યુ : સુપર બકવાસ છે ‘ક્યા સુપરકૂલ હૈં હમ’

ફિલ્મ પ્રિવ્યુ : સુપર બકવાસ છે ‘ક્યા સુપરકૂલ હૈં હમ’

28 July, 2012 05:46 AM IST |

ફિલ્મ પ્રિવ્યુ : સુપર બકવાસ છે ‘ક્યા સુપરકૂલ હૈં હમ’

ફિલ્મ પ્રિવ્યુ : સુપર બકવાસ છે ‘ક્યા સુપરકૂલ હૈં હમ’


super-cool‘ક્યા સુપરકૂલ હૈં હમ’ની શરૂઆતના પહેલા સીનથી આખી ફિલ્મ કેટલી પકાઉ હશે એનો અંદાજ આવી જાય છે. આ આખી ફિલ્મમાં કલાકારોને જેટલું મહત્વ મળ્યું છે એટલું જ અથવા તો એનાથી પણ થોડું વધારે મહત્વ તેમના પાળીતા શ્વાન સકરુને મળ્યું છે અને હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે આ સકરુને પોતાનાં જ લગ્નમાં અન્ય બીજાં અનેક માદાં શ્વાન સાથે સેક્સ્યુઅલ હરકતો કરતો દેખાડવામાં આવે છે. ફિલ્મમાં કોઈ અગમ્ય કારણોસર સકરુનાં સેક્સ-કારનામાંઓની જરૂર ન હોવા છતાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ફિલ્મમાં આ ગલૂડિયાને અલગ-અલગ બ્રીડનાં માદા ગલૂડિયાં પાછળ લટ્ટુ થઈ જતું બતાડવામાં આવ્યું છે. ફિલ્મમાં સકરુને જેટલું મહત્વ મળ્યું છે એટલું મહત્વ ભાગ્યે જ કોઈ વ્યક્તિને મળ્યું છે.

આ ફિલ્મની વાર્તા ડિસ્ક જૉકીનું કામ કરતા સિડ (રિતેશ દેશમુખ) અને સ્ટ્રગલિંગ ઍક્ટર આદિ (તુષાર કપૂર)ની આસપાસ ફરે છે અને તેઓ કોઈ પણ ઉદ્દેશ વગર ગમે ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. આદિ અને સિડ બન્ને નોકરી વગરના બેરોજગાર યુવાનો છે જેમને કામની શોધ છે. કામની શોધના ચક્કરમાં તેમને કામ તો નથી મળતું, પણ તેમને પ્રેમ થઈ જાય છે. આદિ જેને પ્રેમ કરે છે તે સિમરન (નેહા શર્મા) આદિની પ્રપોઝલનો ઇનકાર કરી દેતાં જણાવે છે કે તેને છોકરીઓમાં વધારે રસ છે જ્યારે સિડની પ્રેમિકા અનુ (સારા જેન ડાયસ)ને એવો વહેમ થઈ જાય છે કે સિડને પોતાને છોકરીઓ કરતાં છોકરાઓમાં વધારે રસ છે.



આ ફિલ્મમાં એવી ઢગલાબંધ સિચુએશનો છે જ દ્વિઅર્થી છે અને એના સૂચિતાર્થ વલ્ગર છે. ફિલ્મમાં થ્રીજી બાબા (ચંકી પાન્ડે)નું પણ પાત્ર છે જે છેતરપિંડી કરતા સ્પિરિચ્યુઅલ ગુરુનું પાત્ર ભજવે છે અને સૅટેલાઇટની મદદથી ભગવાન સાથે વાત કરવાનો દાવો કરે છે. થ્રીજી બાબાને સાંકળતી ફિલ્મમાં જે સીક્વન્સ છે એ પણ પ્રમાણમાં ચીપ અને ચીલાચાલુ છે.


super-cool1‘ક્યા સુપરકૂલ હૈં હમ’ ધાર્યા કરતાં ઘણી નબળી અને ચીપ લાગે છે એના માટે ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે. આ કારણોમાંથી એક કારણ છે સારા પ્રોડક્શન સેટ-અપની સદંતર ગેરહાજરી. ફિલ્મના સેટ અને એમાં વપરાયેલી સામગ્રી પહેલી જ નજરે લો-બજેટ ફિલ્મમાં વપરાય એવી હલકી ગુણવત્તાની છે એવો ખ્યાલ આવી જાય છે. ફિલ્મનું બીજું નબળું પાસું છે એના અત્યંત નબળા સંવાદો. ફિલ્મના ડિરેક્ટર-લેખક સચિન યાર્ડીએ એ જ જૂનાપુરાણા દ્વિઅર્થી જોક પટકથામાં ઘસડી નાખ્યા છે. આ જોક્સ તો જૂની પેઢીએ સાંભળેલા છે. આ ફિલ્મના ટાર્ગેટ જેવી અત્યારની નવી પેઢી તો બહુ ઍડ્વાન્સ છે અને તેમના ફૉર્વર્ડ કરેલા એસએમએસમાં પણ આના કરતાં વધારે

સારા ચબરાકિયા


વન-લાઇનર્સ હોય છે. ફિલ્મની પટકથા જ્યારે ખાસ ન હોય ત્યારે મજબૂત સંવાદો જ ફિલ્મને તારી શકે છે. આ ફિલ્મનું સૌથી નબળું ત્રીજું પાસું છે કલાકારોનો નબળો અભિનય.

ફિલ્મના મુખ્ય કલાકારો તુષાર કપૂર અને રિતેશ દેશમુખ માટે આ પ્રકારની કૉમેડી કોઈ નવી વાત નથી, પણ આમ છતાં જાણે આ બન્નેએ કોઈ રસ વગર આ ફિલ્મમાં ઍક્ટિંગ કરી હોય એવું સતત અનુભવાય છે. આ બન્નેમાં રિતેશ સાવ જ મૂરઝાઈ ગયેલો માલૂમ પડે છે. તુષારની ઍક્ટિંગ ઠીકઠાક છે, પણ તે બીચમાંથી અંગપ્રદર્શન કરતો બહાર નીકળે એવાં કેટલાંક દૃશ્યો જો ધાર્યું હોત તો ટાળી શકાયાં હોત. જોકે આ દૃશ્યો શું, જો આ આખી ફિલ્મ જ બનાવવાનું ટાળી દેવામાં આવ્યું હોત તો વધારે સારું થાત.

- જાહ્નવી સામંત

એસએમએસ = શૉર્ટ મેસેજિંગ સર્વિસ

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2012 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK