ફિલ્મ પ્રિવ્યુઃ ભોપાલ : અ પ્રેયર ફૉર રેઇન

Published: Dec 04, 2014, 05:36 IST

ઇન્ડો-યુકે જૉઇન્ટ વેન્ચર એવી ફિલ્મ ‘ભોપાલ : અ પ્રેયર ફૉર રેઇન’ દુનિયાની સૌથી મોટી ફૅકટરી-હોનારત ગણાતી યુનિયન કાર્બાઇડ ફૅકટરીની દુર્ઘટના પર આધારિત છે.

૧૯૮૪ની બીજી ડિસેમ્બરની રાતે ભોપાલમાં આવેલી યુનિયન કાર્બાઇડની ફૅકટરીમાં ઝેરી ગૅસગળતરના કારણે એક જ રાતમાં દસ હજારથી વધુ ભોપાલવાસીઓનું મોત થયું. ગૅસગળતરના કારણે લગભગ આટલી જ સંખ્યાના લોકોને આજીવન બીમારીનો સામનો પણ કરવો પડ્યો. આ આખી ઘટનાને દિલીપ નામના એક રિક્ષા-ડ્રાઇવરના દૃષ્ટિકોણથી કહેવામાં આવી છે.

દિલીપ (રાજપાલ યાદવ) ભોપાલમાં રહે છે અને યુનિયન કાર્બાઇડમાં રિક્ષા-ડ્રાઇવરની નોકરી કરે છે. દિલીપને ખબર હતી કે કંપની મૅનેજમેન્ટ સેફ્ટી મૅનેજમેન્ટ પર સહેજ પણ ધ્યાન નથી આપતી અને કોઈ પણ સમયે દુર્ઘટના થઈ શકે એમ છે, પણ પૈસાની લાલચમાં દિલીપે આંખ આડા કાન કરી દીધા હતા. દુર્ઘટના કેવી રીતે બની, કેમ બની અને દુર્ઘટના બન્યા પછી એની તીવþતા ઓછી દેખાડવા કયાં પગલાં લેવામાં આવ્યાં એ બધું દિલીપને ખબર હોવા છતાં તે ચૂપ રહે છે. મનમાં રહેલી વાત અને મનમાં રહેલો એ સંતાપ દિલીપ પર કેવી અસર કરે છે એ ‘ભોપાલ : અ પ્રેયર ફૉર રેઇન’માં દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમાં અનેક બ્રિટિશ કલાકારો પણ મહત્વના રોલમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK