ફિલ્મ પ્રિવ્યુઃ ઍક્શન જૅક્સન

Published: 2nd December, 2014 04:50 IST

અગાઉ ‘વૉન્ટેડ’, ‘ર... રાજકુમાર’ અને ‘રાઉડી રાઠોડ’ જેવી હિટ ફિલ્મ આપી ચૂકેલા કોરિયોગ્રાફર-ડિરેક્ટર પ્રભુ દેવાની ‘ઍક્શન જૅક્સન’માં અજય દેવગન, સોનાક્ષી સિન્હા, ટ્યામી ગૌતમ અને કુણાલ રૉય કપૂર છે તો ફિલ્મનું મ્યુઝિક હિમેશ રેશમિટ્યાએ આપ્યું છે.


action jaction 2


ફિલ્મ ટિપિકલ પ્રભુ દેવા સ્ટાઇલની મસાલાથી ભરપૂર છે. ફિલ્મની સ્ટોરીમાં અમુક અંશે પ્રભુ દેવાની જ ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ની છાંટ પણ વર્તાય છે.વિશુ (અજય દેવગન) અને મૂસા (કુણાલ રૉય કપૂર) બન્ને ફ્રેન્ડ છે. નાનુંમોટું, ખોટું કામ કરીને જિંદગી પસાર કરે છે. વિશુની ઇચ્છા છે કે એક દિવસ તે ડાન્સર બને. એક દિવસ વિશુને ખુશી (સોનાક્ષી સિન્હા) મળે છે. ખુશી અનલકી છોકરી છે. તે કંઈ પણ કામ હાથમાં લે તો તેનું કામ બગડે જ છે, પણ વિશુને મળ્ટ્યા પછી તેનું લક ખૂલી જાય છે. પહેલી, બીજી અને ત્રીજી વખતની મુલાકાત પછી તો ખુશીને પણ આ વાત સમજાઈ જાય છે અને બન્ને એકબીજાની નજીક આવે છે. દરમ્યાન એક ઘટના એવી બને છે કે જેમાં વિશુ પર હુમલો થાય છે. વિશુને એ વાતથી બહુ નવાઈ લાગે છે આવું કેમ બન્યું. વિશુ કંઈ સમજે એ પહેલાં તો તેના પર હુમલાની ભરમાર વધી જાય છે. આ હુમલો કરાવવાનું કામ બીજું કોઈ નહીં પણ ઇન્ટરનૅશનલ ડૉન ઝેવિયર (આંનદ રાજ) કરાવી રહ્યો છે. પોતે કટ્યા કારણે ઝેવિયરને ખૂંચે છે એ જાણવાની કોશિશ કરતાં વિશુ સામે એક એવું મોટું રહસ્ય ખૂલે છે અને તે હેબતાઈ જાય છે. જૅક્સન બનવા માગતા વિશુએ ઍક્શન પર ઊતરવું પડે છે.

ફિલ્મની વાર્તા લીક ન થાય એ માટે ભરપૂર કોશિશ કરવામાં આવી છે, પણ કહેવાતું રહ્યું છે કે ‘ઍક્શન જૅક્સન’ એ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ ‘દૂકડુ’ની અનઑફિશ્યલ રીમેક છે. ફિલ્મમાં બહુ લાંબા સમય પછી ઍક્શનમાં તલવારબાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માટે અજય દેવગને એકવીસ દિવસનો ચીની સમુરાઈ એક્સપર્ટ પાસે તલવારબાજીનો ર્કોસ પણ કર્યો હતો.

મ્યુઝિકના બીટ્સ પર અજય દેવગનના ઍક્શન-સીન

અજય દેવગનની આગામી ફિલ્મ ‘ઍક્શન જૅક્સન’માં ડિરેક્ટર પ્રભુ દેવાએ એક નવતર પ્રયોગ કર્યો છે. આ ફિલ્મમાં જ્યારે અજય દેવગન સ્વૉર્ડ ફાઇટિંગ સીન કરતો હશે કે સૉફિસ્ટિકેટેડ માર્શલ આર્ટ્સના સીન કરતો હશે ત્યારે એ સમયે ખાસ પ્રકારનું મ્યુઝિક વાગતું હશે. આવા તમામ સીન માટે ખાસ મ્યુઝિક કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. બૉલીવુડની કોઈ પણ ફિલ્મમાં ખાસ ફાઇટ-સીન માટે મ્યુઝિક તૈયાર કરવામાં આવ્યું હોય એવો આ પહેલો પ્રયોગ છે. આ મ્યુઝિક હિમેશ રેશમિટ્યાએ તૈયાર કર્યું છે. આ મ્યુઝિક પ્રભુ દેવા અને અજય દેવગનને પણ એટલું જ ગમ્યું છે. એ વિશે બોલતાં પ્રભુ દેવાએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ફિલ્મોમાં એક્શન-સીન માટેનું મ્યુઝિક ફિલ્મનું શૂટિંગ થટ્યા બાદ તૈયાર થાય છે પણ અમે એનાથી ઊલટું કર્યું હતું. અજય દેવગન મ્યુઝિકના બીટ્સ પર ફાઇટ સીન કરે છે એથી આ સીનમાં પણ એક પ્રકારની નોવેલ્ટી જોવા મળશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK