Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ પ્રિવ્યુ : એક વિલન

ફિલ્મ પ્રિવ્યુ : એક વિલન

26 June, 2014 05:27 AM IST |

ફિલ્મ પ્રિવ્યુ : એક વિલન

ફિલ્મ પ્રિવ્યુ : એક વિલન




સામાન્ય રીતે લવસ્ટોરી હંમેશાં હીરોની હોય, પણ ઍક્શન-રોમૅન્ટિક ટાઇપની ‘એક વિલન’ ખલનાયકની લવસ્ટોરી છે. ગુરુ (સિદ્ધાર્થ મલ્હોત્રા) સ્વભાવે શાંત પ્રકૃતિનો છે, પણ તેનાં કારનામાં ખતરનાક છે. તે એક દયાવિહોણો ગૅન્ગસ્ટર છે અને પ્રહ્લાદ નામના પૉલિટિશ્યન માટે કામ કરે છે. પ્રહ્લાદ ગુરુનો પૂરેપૂરો દુરુપયોગ કરે છે અને ગુરુનો એની સામે કોઈ વિરોધ પણ નથી. આ વિરોધ ત્યારે શરૂ થાય છે જ્યારે તેની લાઇફમાં આયેશા (શ્રદ્ધા કપૂર) દાખલ થાય છે. આયેશા સીધીસાદી અને સરળ છોકરી છે જે જીવનની દરેક ક્ષણને જીવી લેવામાં માને છે. આયેશાનાં સપનાંઓ બહુ નાનાં છે અને એ નાનાં સપનાંઓ પૂરાં થયા પછી તેને જબરદસ્ત ખુશી થાય છે. 

પ્રહ્લાદના જ એક કામ માટે જ્યારે ગુરુ જાય છે ત્યારે તેને અનાયાસ આયેશા મળે છે અને તેનામાં એક પરિવર્તન આવવું શરૂ થાય છે. ગુરુ આયેશાનો સાથ લઈને હવે જીવવા માગે છે અને આયેશા પણ ગુરુ સાથે રહેવા માગે છે. આયેશા અને ગુરુ મૅરેજ કરી લે છે અને ગોવા છોડી મુંબઈ આવીને નવી જિંદગી શરૂ કરે છે. સુખરૂપ જીવનની હજી તો માંડ શરૂઆત થઈ છે ત્યાં જ કેટલીક ઘટનાઓ એવી બનવા માંડે છે જેને કારણે ગુરુ અપસેટ થઈ જાય છે. ગુરુ એ ઘટનાઓના મૂળમાં કોણ છે એ શોધવાનું શરૂ કરે છે, પણ તેને કોઈ રસ્તો દેખાતો નથી. એક દિવસ અચાનક આયેશા પર હુમલો થાય છે અને તેને મારી નાખવામાં આવે છે.

વિલનગીરી છોડીને ઓરિજિનલ અને નૉર્મલ લાઇફમાં પાછા આવેલા ગુરુ માટે આયેશાને ગુમાવવાનું બહુ અઘરું થઈ જાય છે. હવે તેની એક જ મકસદ છે - કોઈ પણ હિસાબે આયેશાના હત્યારા સામે બદલો લેવો. આ બદલો લેવા માટે તે બધું તહસનહસ કરી નાખવા તૈયાર કરે છે અને કરવા પણ માંડે છે. ગુરુને આ રીતે હેરાન થતો જોઈને રાકેશ (રિતેશ દેશમુખ)ને મજા આવે છે. રાકેશ ગુરુ સામે જૂની દુશ્મની કાઢી રહ્યો છે.

કોરિયન સુપરહિટ મૂવી ‘આઇ સૉ ધ ડેવિલ’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી ‘એક વિલન’ની સૌથી મોટી ખાસિયત એ છે કે ફિલ્મનું એક પણ કૅરૅક્ટર વાઇટ એટલે કે સીધુંસાદું નથી, બધામાં ગ્રે શેડ્સ છે અને એક તબક્કે બધાં સાચાં પણ લાગે છે.

ફિલ્મનું મ્યુઝિક મિથુન અને અંકિત ત્રિવેદીએ આપ્યું છે. ‘ગલિયાં...’ અને ‘બન્જારા...’ ગીતો સુપરહિટ છે, જ્યારે બીજાં ગીતો પણ હિટ થયાં છે. ‘આશિકી ૨’ પછી ફરી એક વાર એવું બન્યું છે કે મોહિતનાં તમામ સૉન્ગ્સ ટીવી-ચૅનલના ચાર્ટ-બસ્ટર અને ટૉપ ટ્વેન્ટી સૉન્ગ્સ જેવા પ્રોગ્રામમાં ઉમેરાયાં હોય.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2014 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK