બોક્સ ઓફિસ ક્લેક્શન: આવો રહ્યો જબરિયા જોડીનો બીજો દિવસ

Published: 11th August, 2019 21:20 IST

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરીણિતી ચોપરા સ્ટારર જબરિયા જોડી 9 ઓગસ્ટથી સિનેમાઘરોમાં આવી ચૂકી છે. બિહારની પકડવા પ્રથા પર બનેલી ફિલ્મ જબરિયા જોડી દર્શકોને પકડી રાખવામાં ખાસ સફળ થઈ હોય એવું લાગતું નથી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરીણિતી ચોપરા સ્ટારર જબરિયા જોડી 9 ઓગસ્ટથી સિનેમાઘરોમાં આવી ચૂકી છે. બિહારની પકડવા પ્રથા પર બનેલી ફિલ્મ જબરિયા જોડી દર્શકોને પકડી રાખવામાં ખાસ સફળ થઈ હોય એવું લાગતું નથી, ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 3.15 કરોડની સામાન્ય કમાણી કરી હતી ત્યારે ફિલ્મ પાસેથી આશા રાખવામાં આવી હતી કે વિકેન્ડમાં શનિવારે કઈક કમાલ કરી શકે. ફિલ્મની ક્માણીમાં શુક્રવાર કરતા વધારો થયો હતો જો કે, ફિલ્મે ખાસ કમાણી કરી નથી.

બીજા દિવસે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની જબરિયા જોડીએ 3.75 કરોડની એવરેજ કમાણી કરી હતી. આમ ફિલ્મે રિલીઝના પહેલા 2 દિવસના અંતે 6.90 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું. ફિલ્મ દર્શકોના દિલમાં જગ્યા મેળવવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મમાં કેટલાક એક્ટર્સની એક્ટિંગ પણ ઘણી જ નબળી જોવા મળી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરા પહેલા પણ હસી તો ફસીમાં સાથે દેખાઈ ચૂક્યા છે અને આ જોડી ફરી એકવાર લોકોનું મનોરંજન કરાવશે તેમ માનવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો: શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ છે આટલુ મોટુ, સ્વરા ભાસ્કરે કર્યો ખુલાસો

ફિલ્મ જબરિયા જોડી બિહારમાં ચાલતી પ્રથા પકડવા વિવાહ પર આધારિત છે. જો કે આ પ્રથા પહેલી નજરે ભલે ખોટી લાગતી હોય, પરંતુ સત્ય એ છે કે પકડવા વિવાહની શરૂઆત દહેજ પ્રથા સામે લડવા માટે થઈ હતી. ફિલ્મ જબરિયા જોડી દ્વારા પકડવા વિવાદનો આ કન્સેપ્ટ પહેલીવાર બોલીવુડમાં દેખાડવામાં આવ્યો છે. પ્રશાંત સિંહે ડિરેક્ટ કરેલી ફિલ્મ એક અનોખી લવસ્ટોરીની સાથે સાથે કોમેડીનો ડોઝ પણ આપવામાં આવ્યો હતો જો કે દર્શકોને પહેલા અને બીજા દિવસે મનોરંજન કરાવવામાં ફિલ્મ સફળ ન રહી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK