Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'હસી તો ફસી' પહેલાં સુશાંતને ઑફર કરવામાં આવી હતી: અનુરાગ કશ્યપ

'હસી તો ફસી' પહેલાં સુશાંતને ઑફર કરવામાં આવી હતી: અનુરાગ કશ્યપ

25 July, 2020 08:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'હસી તો ફસી' પહેલાં સુશાંતને ઑફર કરવામાં આવી હતી: અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ


અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલાં ‘હસી તો ફસી’ સુશાંત સિંહ રાજપૂતને ઑફર કરવામાં આવી હતી. જોકે તેણે આ ફિલ્મને કરવાની ના પાડી હતી. સુશાંતે 14 જૂને સુસાઇડ કર્યું હતું. સુશાંત વિશે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘તેમણે ‘હસી તો ફસી’માટે સુશાંતને અપ્રોચ કર્યો હતો. જોકે તેણે ફિલ્મ માટે ના પાડી હતી. એનાથી તેમને માઠું નહોતું લાગ્યુ. ત્યાર બાદ આ ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાને મળી હતી. આ ફિલ્મને ના પાડ્યા બાદ પણ બીજી વખત તેને અન્ય ફિલ્મની ઑફર કરવામાં આવી હતી. જોકે ત્યારે પણ તેણે અન્ય ફિલ્મ માટે આ ફિલ્મને ના પાડી હતી. આ જ કારણ છે કે ત્રીજી વખત તેને ફિલ્મ ઑફર નહોતી કરવામાં આવી. સુશાંતને ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ અને ‘પીકે’ જેવી ફિલ્મો મળી ગઈ હતી.’

દરમિયાન, તાપસી પન્નુ અને કંગના રનોટ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધને ઉકેલવાની વાત ફિલ્મમેકર અનુરાગ કશ્યપે કહી છે. બન્ને એકબીજા પર સોશ્યલ મીડિયામાં કટાક્ષ કરી રહ્યાં છે. બીજી તરફ બૉલીવુડમાં નેપોટિઝમ પર પણ ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. તાપસી અને કંગના વચ્ચે ચાલેલા મતભેદ વિશે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘તાપસી પણ મારી ફ્રેન્ડ છે. બન્ને એકબીજા વિશે શું કામ આવી રીતે વાતો કરે છે એ મને સમજ નથી પડતી. મેં એ વખતે કંગનાને કૉલ કર્યો હતો અને તેણે અમારી વચ્ચે થયેલી વાતચીતને સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. હું તો તેમનો ફ્રેન્ડ છું અને બન્ને વચ્ચે સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2020 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK