Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિરલ શાહ સાથે કામ કરવા અંગે શું કહે છે મલ્હાર ઠાકર

વિરલ શાહ સાથે કામ કરવા અંગે શું કહે છે મલ્હાર ઠાકર

21 February, 2020 05:26 PM IST | Mumbai
Mumbai Desk

વિરલ શાહ સાથે કામ કરવા અંગે શું કહે છે મલ્હાર ઠાકર

ડિરેક્ટર વિરલ શાહ સાથે મલ્હાર ઠાકર

ડિરેક્ટર વિરલ શાહ સાથે મલ્હાર ઠાકર


28મી ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહેલી ફિલ્મ 'ગોળકેરી'નાં દિગ્દર્શક વિરલ શાહ સાથે અભિનેતા મલ્હાર ઠાકરની દોસ્તી ફિલ્મ 'મિડનાઇટ્સ વીથ મેનકા'ના સમયથી જામી છે. પહેલાં જેની સાથે કામ કર્યું હોય તેવા ડિરેક્ટર સાથે ફરીવાર કામ કરવાનો નિર્ણય લેનાર મલ્હારે જણાવ્યું કે, "વિરલમાં ટાઇમ મેનેજેમેન્ટની સ્કિલ બહુ સારી છે કારણકે તે એક સ્ટ્રેટીજી બનાવીને ફિલ્મ સંબંધીત બધું જ કામ પુરું કરે છે. સેટ પરનો માહોલ મૈત્રીપૂર્ણ અને કુટુંબ જેવો જ હોય છે. ડિરેક્ટરમાં ક્લેરિટી હોય ત્યારે કામ કરવાની મજા જ ઓર હોય છે."

golkeri film
વિરલ શાહ, જે બાળપણથી જ મનોરંજન ઉદ્યોગમાં છે તે હવે ઘણી બધી પ્રતિભાઓમાં પારંગત થઈ ચુકેલ છે. વિરલ આજે એક ઉત્તમ ડિરેક્ટર, લેખક, ડબિંગ કલાકાર અને એક ઉદ્યોગસાહસિક છે, કે જેણે ડિજિટલ કન્ટેન્ટ ક્રીએશનમાં પોતાની ઓળખ બનાવી છે. આ દિગ્દર્શકે તેના વ્યવસાયિક ભાગીદાર સાથે મળીને ૨૦૧૬ માં એક ઉદ્યોગસાહસિક તરીકેની સફર શરૂ કરી હતી. મુંબઇની બહાર સ્થિત એવી ‘ધી ક્રિએટિવ ટ્રાઇબ’ મુખ્યત્વે ડિજિટલ કન્ટેન્ટ ક્રીએશન આધારિત કાર્ય કરે છે. ગુજરાતી ફિલ્મોમાં પહેલીવાર માનસી પારેખ, સચીન ખેડેકર અને વંદના પાઠક દેખાશે. આ પહેલાં આપણે આ કલાકારોને ટેલિવિઝન, હિન્દી ફિલ્મો અને મંચ પર જોયા છે પણ હવે આ ત્રણેય માતબર કલાકારો ગુજરાતી ફિલ્મમાં અભિનયનો કમાલ દેખાડશે.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2020 05:26 PM IST | Mumbai | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK