રણવીર સિંહે કપિલ દેવના '83'ના અંદાજમાં ઉઠાવ્યો વર્લ્ડ કપ, આ છે રિએક્શન

Published: Mar 07, 2020, 17:23 IST | Mumbai Desk

દરેક ફિલ્મ સાથે રણવીર સિંહ કંઇક નવું કરી બધાંને રોમાંચિત કરી દે છે અને એવું લાગે છે કે તેની આગામી ફિલ્મ '83' પણ આવી જ હશે.

અભિનેતા રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારા કલાકારોમાંનો એક છે અને પોતાની આગામી ફિલ્મ 83 માટે તેણે પોતાનું 100 ટકાથી વધારે આપ્યું છે. ફિલ્મની બધી તસવીરોને પ્રમાણ તરીકે લઈ શકાય છે. દરેક ફિલ્મ સાથે રણવીર સિંહ કંઇક નવું કરી બધાંને રોમાંચિત કરી દે છે અને એવું લાગે છે કે તેની આગામી ફિલ્મ '83' પણ આવી જ હશે.

રણવીર સિંહ ફિલ્મમાં 1983 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતને પડદા પર જીવંત કરવા માટે ક્રિકેટના દિગ્ગજ ખેલાડી કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રણવીરે કપિલ દેવની ભૂમિકાને સંપૂર્ણપણે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે અને તે સંપૂર્ણરીતે કપિલ દેવના અંદાજમાં દેખાય છે. તાજેતરમાં જ રણવીર સિંહે ફિલ્મમાંથી એક તસવીર શૅર કરી છે.

આમાં તેણે વિશ્વ કપ જીત્યા પછીના કપિલ દેવના અંદાજમાં કપ લીધેલો જોઇ શકાય છે. કપને પોતાના હાથમાં પકડીને, રણવીરના ચહેરા પર એક સ્માઇલ છે. તે બ્લૂ જેકેટ અને સફેદ સ્વેટર સાથે ઔપચારિક ક્રિકેટ ડ્રેસમાં છે. તેણે કપિલ દેવની જેમ જ મૂંછ રાખી છે અને તેને જોઇને આ જ ફીલ થાય છે કે જાણે ખરેખર 1983માં આવી ગયા છીએ, જ્યારે ભારતે વિશ્વ કપ જીત્યો હતો. રણવીર સિંહના બધાં જ ચાહકોએ ઘણી બધી કોમેન્ટ્સ કરી છે.

એક ચાહકે રણવીર સિંહ અને કપિલ દેવનો એક કોલાજ શૅર કરીને લખ્યું, "શાનદાર! આ એક શાનદાર પળ છે બાબા...83 તમારા કરિઅરમાં માઇલ સ્ટોન સાબિત થવાની છે..." '83' ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે અને આમાં દીપિકા પાદુકોણની પણ મુખ્ય ભૂમિકા છે. તે કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના અંદાજમાં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK