ફીમેલ કૉમેડિયનનો સ્પેશ્યલ શો : લેડીઝ અપ

Published: 9th March, 2020 21:16 IST | Parth Dave | Ahmedabad

એક કલાકના સ્પેશ્યલ ફીચરમાં કનીઝ સુરકા, નિવેદિતા પ્રકાશમ, સુપ્રિયા જોશી અને પ્રશસ્તિ સિંહ લોકોને હસાવશે : ૨૭ માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ

લેડીઝ અપ
લેડીઝ અપ

ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ દ્વારા ૨૦૧૯માં ભારતના ૮ બેસ્ટ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન સાથે સ્પેશ્યલ શોના કરાર થયા છે. આ ‘કોમિક ડીલ’ના ભાગરૂપે વીર દાસ અને અમિત ટંડનના શો રિલીઝ થયા બાદ હવે મહિલા કૉમેડિયનનો ખાસ શો રિલીઝ કરવામાં આવશે. ‘લેડીઝ અપ’ નામના આ એક કલાકના ફીચરમાં કનીઝ સુરકા, નિવેદિતા પ્રકાશમ, સુપ્રિયા જોશી અને પ્રશસ્તિ સિંહ લોકોને હસાવતી જોવા મળશે. આ મહિલાઓ પર્સનલ ઍડ્વેન્ચર-મિસઍડ્વેન્ચરની વાતો કરશે અને એક ‘કમ્પ્લીટ બૉસ’ કઈ રીતે બનવું એની ટિપ્સ આપશે. 

કનીઝ સુરકા પોતાના સ્પૉન્ટેનિયસ પર્ફોર્મન્સ માટે જાણીતી છે તો નિવેદિતા પ્રકાશમ ટીએલસીની ‘ક્વીન્સ ઑફ કૉમેડી’ની વિજેતા રહી ચૂકી છે. સુપ્રિયા જોશી ‘કોમિકસ્તાન 2’નો ભાગ હતી અને પ્રશસ્તિ સિંહ ‘કોમિકસ્તાન’ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. ફીમેલ કોમિક્સનો આ શો ૨૭ માર્ચે રિલીઝ થવાનો છે. નેટફ્લિક્સ ઇન્ડિયા માટે માર્ચ મહિનો પાવર-પૅક્ડ છે. આ પ્લૅટફૉર્મ પર તાજેતરમાં કિયારા અડવાણી સ્ટારર ‘ગિલ્ટી’ રિલીઝ થઈ છે અને ૨૦ માર્ચે ઇમ્તિયાઝ અલીની ક્રાઇમ સિરીઝ ‘શી’ તેમ જ રોમ-કોમ ‘મસ્કા’ રિલીઝ થવાની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK