ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં નિધન, બોલીવુડમાં શોક...

Published: Feb 12, 2020, 20:50 IST | Mumbai Desk

વેન્ડેલ રોડ્રિક્સના નિધનના સમાચાર બોલીવુડમાં આગની જેમ ફેલાઇ રહ્યા છે અને કેટલાય કલાકારોને આ સમાચાર પણ વિશ્વાસ પણ નથી થઈ રહ્યો.

વેન્ડેલ રોડ્રિક્સ, રાજપીપળાના રાજકુમાર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલને એવૉર્ડ આપતાં,આ જૂની તસવીર મિડ-ડે ડૉટ કૉમ સાથે માનવેન્દ્રસિંહે શૅર કરી હતી અને વેન્ડેલ રોડ્રિક્સના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
વેન્ડેલ રોડ્રિક્સ, રાજપીપળાના રાજકુમાર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલને એવૉર્ડ આપતાં,આ જૂની તસવીર મિડ-ડે ડૉટ કૉમ સાથે માનવેન્દ્રસિંહે શૅર કરી હતી અને વેન્ડેલ રોડ્રિક્સના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.

લોકપ્રિય ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં નિધન થઈ ગયું છે. તે 59 વર્ષના હતા. તેમને પદ્મશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું નિધન તેમના જ ઘરમાં થઇ ગયું છે. વેન્ડેલ રોડ્રિક્સના નિધનના સમાચાર બોલીવુડમાં આગની જેમ ફેલાઇ રહ્યા છે અને કેટલાય કલાકારોને આ સમાચાર પણ વિશ્વાસ પણ નથી થઈ રહ્યો.

Wendell Rodricks

કેટલાક કલાકારોએ તેમના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. વેન્ડેલ રોડ્રિક્સ ફેશન જગતનું જાણીતું નામ છે. તેઓ લેક્મે ફેશન વીકમાં પોતાનું કલેક્શન પ્રેઝેન્ટ કરતાં હતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ આના પરથી જ લગાડી શકાય છે કે તેમના શૉમાં અનેક કલાકારો રેમ્પ વૉક કરતાં અને શૉ સ્ટૉપર તરીકે પણ દેખાતાં.

તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લખ્યું છે કે, "વેન્ડેલ રોડ્રિક્સના નિધનથી આઘાતમાં છું. તે એક લોકપ્રિય ફેશન ડિઝાઇનર હતા. આ દુઃખના સમયમાં હું તેમના પરિવારજનો સાથે છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે."

વેન્ડેલ રોડ્રિક્સના ડિઝાઇન કરેલા કપડાં ઘણીવાર ફિલ્મોમાં કલાકારો પહેરતાં હતા. તે ફેશન જગતમાં એક આગવી ઓળખ ધરાવતાં હતા.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

તેઓ બે ફિલ્મોમાં પણ દેખાઇ ચૂક્યા છે તેમાંથી બૂમ અને ફેશન પણ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK