સેલિબ્રિટી ફૅશન ડિઝાઇનર સ્વપ્નિલ શિંદેએ લિંગ પરિવર્તન કરીને પોતાનું નામ સાયશા રાખ્યું છે. નવા વર્ષની નવી શરૂઆત સ્વપ્નિલે કંઈક અલગ રીતે કરી છે. તેણે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્સટાઇલથી ફૅશનની સ્ટડી કરી હતી. તે બૉલીવુડમાં ખૂબ જાણીતું નામ છે. સૌકોઈ તેના કામના પ્રશંસક છે. તેણે ‘સાહો’ માટે શ્રદ્ધા કપૂરના તમામ ડ્રેસ ડિઝાઇન કર્યા હતા. કરીના કપૂર ખાન પણ મોટા ભાગે તેના જ ડિઝાઇન કરેલા ડ્રેસ પહેરે છે. દીપિકા પાદુકોણે પણ ઇવેન્ટ્સમાં તેણે ડિઝાઇન કરેલા ડ્રેસ પહેર્યા છે. સ્વપ્નિલનું માનવું છે કે 6 વર્ષ પહેલાં જ તેને એવો અંદાજ આવી ગયો હતો કે લોકો ભલે તેને પુરુષ સમજતા હોય પરંતુ અંદરથી તેને અહેસાસ તો સ્ત્રી જેવો જ થતો હતો. એ વિશે વધુ જણાવતાં સ્વપ્નિલે કહ્યું હતું કે ‘કૉલેજમાં હું ખૂબ શરમાળ હતો. હું અંદર ને અંદર ઘૂંટાતો રહેતો હતો, પરંતુ ધીમે-ધીમે મને સમજમાં આવ્યું કે હું છોકરાઓ તરફ ખેંચાઈ રહ્યો છું. એ વિશે મેં જ્યારે એકાદ-બે જણ સાથે ચર્ચા કરી તો મને ધ્યાનમાં આવ્યું કે સમલૈંગિક હોવું કંઈ ખોટું નથી. એથી મેં પોતાને ગે સમજી લીધો. જોકે અત્યાર સુધી હું પોતાની જાતને ઓળખી નહોતો શક્યો.’
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTમીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 IST