ગીધોને ભેગાં થવા દો અને લોકોને મગરમચ્છનાં આંસુ રડવા દો

Published: Jun 17, 2020, 11:05 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ બોલીવુડની ધજ્જિયાં ઉડાવતાં ફરહાન અખ્તરે કટાક્ષમાં કહ્યું...

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

ફરહાન અખ્તરે હાલમાં સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતાં બૉલીવુડ સામે ખૂબ જ ગંભીર કટાક્ષ કર્યો છે. સુશાંતે ૩૪ વર્ષની ઉંમરે બાંદરામાં આવેલા તેના ઘરે સુસાઇડ કર્યું હતું. આ સુસાઇડને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. તે એક સફળ ઍક્ટર હતો અને ટૅલન્ટેડ પણ હતો. તેની છેલ્લી બે ફિલ્મો ખૂબ જ સફળ રહી હતી. જોકે એવી ચર્ચા છે કે તેને ઘણાં મોટા પ્રોડક્શન-હાઉસ દ્વારા બૅન કરવામાં આવ્યો હતો. તેમ જ છેલ્લા છ મહિનામાં તેને ઑફર થયેલી સાત ફિલ્મોમાંની તમામ તેના હાથમાંથી છટકી ગઈ હતી. શેખર કપૂરે પણ કહ્યું હતું કે તેની સાથે બૉલીવુડમાં કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો એ તે જાણે છે. કંગના રનોટે પણ તેના સુસાઇડ માટે બૉલીવુડને જવાબદાર ગણાવ્યું છે. તેમ જ આ સુસાઇડ નથી, પરંતુ પ્લાન્ડ મર્ડર છે એવું તેનું કહેવું છે. હવે ફરહાન પણ એમાં જોડાયો છે. તેણે કહ્યું હતું કે ‘સૂઈ જા મારા ભાઈ તું સૂઈ જા શાંતિથી. ગીધોને ભેગાં થવા દે અને લોકોને મગરમચ્છનાં આંસુ રડવા દે. આ સર્કસને તું એમ જ ચાલતું રહેવા દે.’

 
 
 
View this post on Instagram

Gone too soon.

A post shared by Farhan Akhtar (@faroutakhtar) onJun 15, 2020 at 7:14pm PDT

ફરહાને સુશાંત માટે કવિતા લખીને તેને શ્રદ્ધાંજલી આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK