નેટફ્લિક્સ માટે હવે ફરહાન અખ્તર સિરીઝ બનાવશે

Published: Jul 06, 2020, 12:50 IST | Nirali Dave | Mumbai

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના ઍક્સલ એન્ટરટેઇનમેન્ટે અગાઉ ઍમેઝૉન પ્રાઇમ માટે ‘મિર્ઝાપુર’, ‘મેઇડ ઇન હેવન’ અને ‘ઇનસાઇડ એજ’ જેવી સિરીઝ બનાવી છે. હવે તે નેટફ્લિક્સ માટે ‘ક્વીન ઑફ હિલ્સ’ નામનો શો બનાવશે

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની
ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની

રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર પોતાના બૅનર ‘ઍક્સલ એન્ટરટેઇનમેન્ટ’ હેઠળ ક્વૉલિટીસભર વેબ-સિરીઝ બનાવી રહ્યા છે. તેઓ ઓટીટી પ્લૅટફૉર્મ્સ માટે એક પછી એક દમદાર શો આપી રહ્યા છે. ઍક્સલ એન્ટરટેઇનમેન્ટના ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર એક-બે નહીં, ત્રણ-ત્રણ શો સફળ રહ્યા છે જેમાં ‘મિર્ઝાપુર’, ‘મેઇડ ઇન હેવન’ અને ‘ઇનસાઇડ એજ’નો સમાવેશ થાય છે. ઍમેઝૉન પ્રાઇમ સાથેની પાર્ટનરશિપ બાદ આ પ્રોડક્શન-હાઉસે ટોચના પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ સાથે પણ ડીલ સાઇન કરી છે.

૬૦ના દાયકાનું બૅકડ્રૉપ ધરાવતા આ પિરિયડ ડ્રામા શોનું કામચલાઉ શીર્ષક ‘ક્વીન ઑફ હિલ્સ’ રાખવામાં આવ્યું છે. શોની વાર્તા મુંબઈમાં રહેતી બે મહિલાઓની જિંદગી પર આધારિત હશે. આ વિશે આધારભૂત સ્રોતનું કહેવું છે કે ‘આ શો ‘બૉમ્બે વેલ્વેટ’ ફિલ્મ જેવી ફીલિંગ આપશે અને એ માટે નેટફ્લિક્સે પ્રોડક્શન-હાઉસને બે દમદાર ચહેરાઓને કાસ્ટ કરવાનું જણાવ્યું છે. હાલ આ શોનું કામ પ્રિ-પ્રોડક્શન સ્ટેજમાં છે અને એ ૨૦૨૧માં રિલીઝ થઈ શકે છે.’

ઍમેઝૉનની ‘ઇનસાઇડ એજ’ના રાઇટર અને ડિરેક્ટર કરણ અંશુમાન ‘ક્વીન ઑફ હિલ્સ’ને ડિરેક્ટ કરવાના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK