મ્યુઝિક કરીઅર માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો ફરહાન અખ્તરે

Apr 11, 2019, 09:12 IST

ફરહાન અખ્તરે તેના મ્યુઝિીર્ક કરીઅર પર ધ્યાન આપવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. તેની છેલ્લી ફિલ્મ ૨૦૧૭માં આવેલી ‘લખનઉ સેન્ટ્રલ’ હતી.

મ્યુઝિક કરીઅર માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો ફરહાન અખ્તરે
ફરહાન અખ્તર (ફાઈલ ફોટો)

ફરહાન અખ્તરે તેના મ્યુઝિીર્ક કરીઅર પર ધ્યાન આપવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. તેની છેલ્લી ફિલ્મ ૨૦૧૭માં આવેલી ‘લખનઉ સેન્ટ્રલ’ હતી. આ ફિલ્મ બાદ તેણે તેના આïલબમ ‘ઇકોસ’ પર ધ્યાન આપવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. ફરહાન ઍક્ટર હોવાની સાથે પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ છે. તે એકસાથે ઘણાં કામ કરે છે, પરંતુ એક કામ કરતી વખતે તે એના પર જ ફોકસ કરે છે. આ વિશે વધુ જણાવતાં ફરહાને કહ્યું હતું કે ‘મારી ‘લખનઉ સેન્ટ્રલ’ બાદ હું કોઈ પણ જાતનું ધ્યાનભંગ કરવા વગર મ્યુઝિક પર ધ્યાન આપવા માગતો હતો. હું જ્યારે ફિલ્મોમાં ઍક્ટિંગ કરું છું ત્યારે મારું ધ્યાન ફક્ત મારા પાત્ર પર જ હોય છે. આ જ રીતે હું મ્યુઝિક પર પણ ફોકસ આપવા માગતો હતો. જો તમે તમારા કામને રિસ્પેક્ટ અને કમિટમેન્ટ ન આપો તો એ તમારા કામમાં દેખાઈ આવે છે. આથી મારા માટે એ ખૂબ જ જરૂરી હતું કે હું મારા કામને સાઇડ પર મૂકીને ફક્ત મારા મ્યુઝિક પર ધ્યાન આપું.’

આ પણ વાંચોઃ આયેશા ટાકિયાઃબોલીવુડના આ ગ્લેમરસ અભિનેત્રી પણ છે ગુજરાતી

ફરહાને તેના અગિયાર ગીતના આલબમનાં ત્રણ ગીત ‘વાય ઇટ કુડનૅટ બી મી’, ‘સીગુલ’ અને ‘પેઇન ઑર પ્લેઝર’ પહેલેથી રિલીઝ કરી ચૂક્યો છે. આ વિશે વધુ જણાવતાં ફરહાને કહ્યું હતું કે ‘લગભગ ૨૦૧૫-’૧૬ દરમ્યાન મારી લાઇફમાં એક પૉઇન્ટ આવ્યો હતો કે મારે મારા દર્શકો સાથે આ ગીત શૅર કરવાની ઇચ્છા થઈ હતી. હું એ સમય દરમ્યાન દર્શકો સાથે કૉન્સર્ટ દ્વારા કનેક્ટ થઈ રહ્યો હતો અને મને ખૂબ જ મજા આવી રહી હતી. જોકે એક આર્ટિસ્ટ તરીકે તમારો પૂરતો વિકાસ કર્યા બાદ તેમની સાથે આલબમ શૅર કરવું ખૂબ જ મહkવનું છે. આ ગીતમાં મારી લાઇફમાં પ્રેમમાં પડવું, પ્રેમ કરવો, દિલ તૂટવું, મૂવ-ઑન થવા જેવી વિવિધ ફીલિંગ્સનો મેં આમાં સમાવેશ કર્યો છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK