Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટોરી સારી હોય તો બૉડી બનાવવાની પ્રેરણા મળે છે : ફરહાન અખ્તર

સ્ટોરી સારી હોય તો બૉડી બનાવવાની પ્રેરણા મળે છે : ફરહાન અખ્તર

02 January, 2020 12:27 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

સ્ટોરી સારી હોય તો બૉડી બનાવવાની પ્રેરણા મળે છે : ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર


ફરહાન અખ્તરે તેના નવા વર્ષની શરૂઆત ‘તૂફાન’નો એક્સક્લુઝીવ લૂક શૅર કરીને કરી છે. એક્સેલ એન્ટરટેઇમેન્ટ પ્રોડક્શન અને રાકેશ ઓમપ્રકાશ મેહરા પિકચર્સ દ્વારા મળીને બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં બૉક્સરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફરહાને આ માટે બૉડી બનાવવા ગયા વર્ષે ખૂબ જ મહેનત કરી હતી.

 




 


આ સાથે જ તે તેના ટ્રાન્સફોર્મેશન વિશે તેના ચાહકોને સોશ્યલ મીડિયા પર અપડેટ પણ આપી રહ્યો હતો. બે ઑક્ટોબરે રિલીઝ થઈ રહેલી ફિલ્મના તેના પાત્ર વિશે વાત કરતાં ફરહાને કહ્યું હતું કે ‘સ્ટોરી જ્યારે તમને તમારું ઉત્તમ પર્ફોર્મન્સ આપવા માટે પ્રેરિત કરે ત્યારે જ તમે આ પ્રકારની બૉડી બનાવી શકો છે. અમે કંઈ ઉત્તમ બૉડી દેખાડવા માટે ફિલ્મ નથી બનાવી રહ્યાં, પરંતુ દર્શકોને અમે એના દ્વારા ફિલ્મ સાથે કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યાં છીએ. આ ફિલ્મને વધુ વિશ્વાસપાત્ર અને વાસ્તવિક બનાવવા માટે એ માટેના તમામ પ્રયત્ન કરવા યોગ્ય છે.’

આ પણ વાંચો : રાજેશ ખન્નાએ ગુજરાતી સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટ કરી હતી

‘ભાગ મિલખા ભાગ’ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા બીજી વાર ફરહાન સાથે કામ કરી રહ્યાં છે. આ વિશે રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કહ્યું હતું કે ‘અમારી ‘તૂફાન’ની સ્ટોરી દરેકને પ્રેરણા આપે એવી છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરહાન સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી હતી. તે ફિલ્મનો પાર્ટ નહીં, પરંતુ ફિલ્મમાં ભળી જાય છે. આ સાથે જ અમારી પાસે પરેશ રાવલ અને મૃનાલ ઠાકુર જેવા ઉત્તમ ઍકટર્સ પણ છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 12:27 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK