તબૂના જન્મદિવસે બહેન ફરહાએ શૅર કરી બાળપણની તસવીર

Published: Nov 04, 2019, 19:01 IST | મુંબઈ ડેસ્ક

તબૂના જન્મદિવસ પર તેની મોટી બહેન ફરાઝ નાઝે તેના બાળપણની એક તસવીર શૅર કરી છે.

બોલીવુડની જાણીતી અભિનેત્રી તબૂ આજે 48 વર્ષની થઈ ગઈ છે. વિજયપથથી લઈને હૈદર, ફિતૂરથી લઈને દ્રશ્યમ જેવી ફિલ્મોમાં તબૂએ સરસ એક્ટિંગ કરી છે. તો હવે તબૂના જન્મદિવસ પર તેની મોટી બહેન ફરાઝ નાઝે તેના બાળપણની એક તસવીર શૅર કરી છે.

પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી ફરહા નાઝે તસવીર શૅર કરતાં તબૂને જન્મદિવસની વધામણી આપી છે. ફરહા નાઝે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તબૂ અને પોતાના બાળપણની એક તસવીર શૅર કરીને ઇન્સ્ટાગ્રામ સ્ટચોરી બનાવી છે આ તસવીર પર ફરહાએ લખ્યું છે કે, "જન્મદિવસની વધામણી મારી પ્યારી બહેન."

Tabu's Childhood Photo

ગળામાં પહેરી છે માળા
આ તસવીરમાં જોઈ શકાય છે કે તબૂ જમણી બાજુ છે જ્યારે ફરહા વાઝ ડાબી બાજુમાં જોવા મળે છે. તસવીરમાં બન્ને બહેનોએ ગળામાં માળા પહેરી રાખી છે. અને કેમેરા તરફ પૉઝ આપી રહી છે. બોલીવુડ એક્ટ્રેસ તબૂ વર્ષોથી લોકપ્રિય બની છે. તબૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સારી અભિનેત્રીઓમાંની એક છે. પોતાના લગભગ 27 વર્ષના કરિઅરમાં તબૂએ અનેક સારા પાત્રો ભજવ્યા છે.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

4 નવેમ્બર 1971ના તબૂનો જન્મ થયો અને પોતાના કરિઅરમાં ફક્ત હિન્દી ફિલ્મોમાં જ અભિનય નથી કર્યો. પણ તેની સાથે જ તબૂએ તમિલ, તેલુગૂ, મલયાલમ, બંગાળી અને મરાઠી ભાષાની પણ ફિલ્મોમાં કામ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK