મૈં હૂં ના 2 માટે આઇડિયા તૈયાર છે : ફારાહ ખાન

મુંબઈ | May 01, 2019, 10:34 IST

ફારાહ ખાનનું કહેવું છે કે તેની પાસે ‘મૈં હૂં ના ૨’ માટે સારો આઇડિયા છે.

મૈં હૂં ના 2 માટે આઇડિયા તૈયાર છે : ફારાહ ખાન
ફારાહ ખાન

ફારાહ ખાનનું કહેવું છે કે તેની પાસે ‘મૈં હૂં ના ૨’ માટે સારો આઇડિયા છે. ‘મૈં હૂં ના’ ૨૦૦૪ની ૩૦ એપ્રિલે રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને ગઈ કાલે ૧૫ વર્ષ પૂરાં થયાં છે. આ ફિલ્મ દ્વારા ફારાહ ખાને ડિરેક્શનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. આ ફિલ્મમાં શાહરુખ ખાન, સુસ્મિતા સેન, ઝાયેદ ખાન અને અમ્રિતા રાવ પણ જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો : આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકર બાલા માટે પર્ફેક્ટ છે : અમર કૌશિક

‘મૈં હૂં ના ૨’ સંદર્ભે ફારાહ ખાને કહ્યું હતું કે ‘હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આ ફિલ્મ બને, કારણ કે મારી પાસે આ ફિલ્મ માટે આઇડિયા છે. આ બધું હવે શાહરુખ ખાન પર આધાર રાખે છે. તેણે આ ફિલ્મ જલદી જ શરૂ કરવી પડશે. મારી પાસે પાર્ટ ટૂ માટે સારો આઇડિયા છે. ‘મૈં હૂં ના’ હજી પણ વિવિધ ચૅનલ્સ પર આવે છે અને લોકોને આજે પણ આ ફિલ્મ જોવી ગમે છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK