મલ્હાર તમે સાંભળો છો? તમારા ચાહકોને તમારાથી આ ફરિયાદ છે

અમદાવાદ | Jun 28, 2019, 18:08 IST

આમ તો આપણા ઢોલીવુડના સુપરસ્ટાર મલ્હાર ઠાકર સૌના ફેવરિટ છે. પણ તેના ચાહકોને તેનાથી આ ફરિયાદ છે.

મલ્હાર તમે સાંભળો છો? તમારા ચાહકોને તમારાથી આ ફરિયાદ છે
મલ્હારથી તેના ચાહકોને છે આ ફરિયાદ

ઢોલીવુડના 'સાહેબ'  મલ્હાર ઠાકરનો ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ મોટો ચાહક વર્ગ છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા મલ્હાર અવાર નવાર તેમના ફોટોસ શેર કરતા રહે છે અને ચાહકો તેને પસંદ પણ કરે છે. પરંતુ તેમના ચાહકોને તેમનાથી એક ફરિયાદ છે, કે મલ્હાર તેમને રીપ્લાય નથી આપતા.

Gujaratimidday.com એ જ્યારે મલ્હારના જન્મ દિવસે તેના ચાહકો સાથે વાત કરી ત્યારે ચાહકો ખૂબ જ ખુશ જણાયા હતા. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેમણે પોતાના ફેવરિટ સ્ટારને સોશિયલ મીડિયા પર અનેક વાર મેસેજ કર્યા છે અને રાહ જોઈ છે કે આજે કે કાલે અથવા ક્યારેક તો મલ્હાર રીપ્લાય કરશે પણ તેમની આ આશા ક્યારેય પુરી નથી થઈ. હજુ પણ તેઓ રાહ જોઈ રહ્યા છે.

અમે આ ચાહકોના સંદેશ મલ્હાર સુધી પહોંચાડવા માંગીએ છે. કે તેમણે તેમના ચાહકોને સમય મળ્યે જવાબ આપવો જોઈએ. અને સંપર્કનો સેતુ જાળવી રાખવી જોઈએ. મલ્હાનર ચાહકોની આ દિલથી લાગણી અને માંગણી છે. જે તેમને ઘણો પ્રેમ કરે છે.

આ પણ વાંચોઃ મલ્હાર ઠાકરઃજુઓ વિદેશમાં આ ગુજરાતી સ્ટારે કેવી ધૂમ મચાવી !!

મલ્હારની કરિઅરની વાત કરીએ મલ્હાર ઠાકરની આગામી ફિલ્મનું નામ 'સારાભાઈ' હોઈ શકે છે. ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હારની આગામી ફિલ્મ સારાભાઇનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ તસવીર જોતાં તમને દેખાશે કે એક તરફ મલ્હાર આખે આખા સીધાં ઊભા છે તો બીજી તરફ તેનું માથું ઊંધું દેખાય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK