ગુસ્સે ભરાયેલા ચાહકોને આ રીતે અક્ષય કુમારે કરી અપીલ

Published: Jun 15, 2019, 16:53 IST | મુંબઈ

"અમે અક્કી સરની ફિલ્મ ઇદ પર ઇચ્છીએ છીએ.... સલમાનને કહો કે તે પોતાની ફિલ્મ પ્રી-પોન કરે. અમે અક્કીની સાથે છીએ."

અક્ષય કમારે હાથ જોડીને કરી અપીલ (ફાઇલ ફોટો)
અક્ષય કમારે હાથ જોડીને કરી અપીલ (ફાઇલ ફોટો)

અક્ષય કુમાર બોલીવુડના એવો અભિનેતા છે, જેના ચાહકો તેની માટે કંઇ પણ કરી લેવા તૈયાર થઇ જતાં હોય છે પણ તાજેતરમાં જ તેના ચાહકો ખૂબ જ નારાજ થયા છે. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાનો અણગમો વ્યક્ત કરી રહ્યા છે ગુસ્સે ભરાયેલા ચાહકોને અક્ષય કુમારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે પોસ્ટમાં હાથ જોડીને શાંત થવાની અપીલ કરી છે, પણ ગુસ્સે ભરાયેલા ચાહકો તેની વાત સાંભળવા તૈયાર નથી. મામલો અક્ષય કુમારની આગામી ફિલ્મ સૂર્યવંશી સાથે જોડાયેલો છે.

હકીકતે પહેલા અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી' અને સલમાન ખાનની ફિલ્મ 'ઇંશાઅલ્લાહ' ક્લેશ થઇ રહી હતી. જેના પછી 'ભારત'ની રિલીઝ સાથે જ સલમાન ખાન અને રોહિત શેટ્ટીએ સાથે મળીને જણાવ્યું કે 'સૂર્યવંશી' હવે 27 માર્ચ 2020ના રિલીઝ થશે, ઇદના દિવસે નહીં. અક્કીના ચાહકોને આ વાત પસંદ આવી નથી અને બધાં ખૂબ જ ગુસ્સે ભરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી #ShameOnRohitShetty ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગ દ્વારા અક્ષય કુમારના ચાહકો આ રિલીઝ ડેટને લઇને પોતાનો અણગમો વ્યક્ત કરી રહ્યા છે.

ચાહકોનો અણગમો અને ગુસ્સો જોતાં અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલથી એક પોસ્ટ કરી છે જેમાં તેણે લખ્યું છે કે, "છેલ્લા કેટલાક સમયથી જોઇ રહ્યો છું કે મારા ચાહકો દ્વારા નેગેટિવ ટ્રેન્ડ્સ ફેલાવવામાં આવી રહ્યા છે. હું તમારો ગુસ્સો સમજી શકું છું પણ હું હાથ જોડીને તમને અપીલ કરું છું કે આ નેગેટિવ ટ્રેન્ડ્સમાં ન જોડાઓ... મેં 'સૂર્યવંશી'ને એક સકારાત્મક દ્રષ્ટિકોણથી સાઇન કરી હતી, કૃપા કરીને તેને એમ જ રિલીઝ થાવામાં મદદ કરો." જો કે અક્ષય કુમારની આ પોસ્ટ પછી પણ ચાહકોનો ગુસ્સો શાંત થયો નથી.

આ પણ વાંચો : ટ્રોલ થયા પછી ફરી કરીનાએ શેર કર્યો મેકઅપ વગરનો ફોટો

એક ચાહકે તો કોમેન્ટ કરીને લખ્યું છે કે, "અમે અક્કી સરની ફિલ્મ ઇદ પર ઇચ્છીએ છીએ.... સલમાનને કહો કે તે પોતાની ફિલ્મ પ્રી-પોન કરે. અમે અક્કીની સાથે છીએ." તો બીજા ચાહકે લખ્યું છે કે જો તમે આ નેગેટિવ ટ્રેન્ડ અટકાવવા અને બંધ કરવા માગો છો તો યોગ્ય રિલીઝ ડેટ નક્કી કરો, અમારી ભાવનાઓ સાથે રમત ના કરો." તો કેટલાક ચાહકોનું કહેવું છે કે અક્ષય પોતાની ફિલ્મોની રિલીઝ ડેટ પોતે જ જાહેર કરે કોઇ અન્ય નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK