Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિગ બીએ શેર કરેલી આ તસવીરથી ચાહકો ચિંતામાં, કહ્યું- ગેટ વેલ સૂન

બિગ બીએ શેર કરેલી આ તસવીરથી ચાહકો ચિંતામાં, કહ્યું- ગેટ વેલ સૂન

10 November, 2019 02:04 PM IST | Mumbai

બિગ બીએ શેર કરેલી આ તસવીરથી ચાહકો ચિંતામાં, કહ્યું- ગેટ વેલ સૂન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવી રહ્યા છે. અમિતાભે ખુદ શનિવારે તેની જાણકારી આપી હતી, જે બાદ તેમણે એક તસવીર શેર કરી છે, જેનાથી લોકો પરેશાન થઈ ગયા છે. આ તસવીર જોયા બાદ અમિતાભ બચ્ચનના ચાહકો તેમની તબિયત જલ્દી સારી થઈ જાય તેવી કામના કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આખરે આ તસવીરમાં એવું શું છે? અમિતાભ બચ્ચને એક ફોટો શેર કર્યો છે, જેમાં એક ટીવી જોવા મળી રહ્યું છે અને તેમાં ફુટબૉલ મેચ ચાલી રહ્યો છે. તસવીરને જોઈને લાગે છે કે તેમણે આ ફોટો બેડ પરથી લીધો છે, જેમાં તેમના પગ પણ જોવા મળી રહ્યા છે અને સામે ટીવી જોવા મળી રહી છે. તસવીર જોઈને લાગે છે કે આ કોઈ હૉસ્પિટલનો રૂપ છે અને ત્યાંથી તસવીર શેર કરી છે.

શનિવારે તબિયત ખરાબ હોવાની જાણકારી આપવી અને ત્યાર બાદ હૉસ્પિટલ જેવો ફોટો અપલોડ કર્યા બાદ લોકો પરેશાન છે. જુઓ તેમનું આ ટ્વીટ...




બિગ બીએ આ ફોટો શેર કર્યા બાદ તેમના ચાહકોએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી છે.




શનિવારે જ અમિતાભ બચ્ચને કોલકાતા ફિલ્મ ફેસ્ટિલમાં હાજર ન રહેવા માટે પણ માફી માંગી હતી. તેઓ ન પહોંચતા આ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ધાટન શાહરૂખ ખાને કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 02:04 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK