Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘Bhool Bhulaiyaa 2’ના પોસ્ટમાં કાર્તિક આર્યનને જોઈ ભડક્યા લોકો

‘Bhool Bhulaiyaa 2’ના પોસ્ટમાં કાર્તિક આર્યનને જોઈ ભડક્યા લોકો

19 August, 2019 04:13 PM IST | મુંબઈ

‘Bhool Bhulaiyaa 2’ના પોસ્ટમાં કાર્તિક આર્યનને જોઈ ભડક્યા લોકો

કાર્તિક આર્યન થયા ટ્રોલ

કાર્તિક આર્યન થયા ટ્રોલ


વર્ષ 2007માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ભૂલભૂલૈયાએ લોકોના દિમાગ પર એવી છાપ છોડી છે કે તેઓ ફિલ્મના બીજા ભાગમાં પણ અક્ષય સિવાય કોઈને જોવા નથી માંગતા. હાલમાં જ ભૂલભૂલૈયા 2નું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર બાદ એ વાત તો સાફ થઈ ગયું છે કે ફિલ્મમાં અક્ષય નહીં પણ કાર્તિક નજર આવશે. પરંતુ લોકોને આ વાત પસંદ નથી આવી રહી.

પોસ્ટર લૉન્ચ થતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકો #BhoolBhulaiyaa2 હેશટેગની સાથે જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોસ્ટરની મજાક ઉડાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ફિલ્મમાં અક્ષયની જગ્યા કોઈ ન લઈ શકે. કેટલાક લોકો તો કાર્તિકને અક્ષય કુમારની સસ્તી કૉપી જણાવી રહ્યા છે.






ભૂલભૂલૈયા 2ને લઈને અનેક દિવસોથી ચર્ચા હતી કે તેમાં અક્ષય કુમાર નજર આવી શકે છે, પરંતુ પોસ્ટરમાં કાર્તિકને જોઈને લોકો નિરાશ થયા છે. કાર્તિકે પોતાના સોશિયલ મીડિયા પર આ તમામ પોસ્ટર શેર કર્યા છે.


ફિલ્મમાં કાર્તિકનો લૂક ભૂલભૂલૈયમાં અક્ષય કુમારનો હતો એવો જ છે. ફિલ્મનું પોસ્ટર જોઈને લાગે છે કે તે પહેલા ભાગની જેમ જ હૉરર કોમેડી ફિલ્મ હશે.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 04:13 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK