Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચાહકે SIM Card પર બનાવી સોનુ સૂદની તસવીર, આ છે અભિનેતાનો જવાબ

ચાહકે SIM Card પર બનાવી સોનુ સૂદની તસવીર, આ છે અભિનેતાનો જવાબ

26 September, 2020 10:58 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ચાહકે SIM Card પર બનાવી સોનુ સૂદની તસવીર, આ છે અભિનેતાનો જવાબ

ચાહકે સિમ કાર્ડ પર બનાવી સોનુ સૂદની તસવીર

ચાહકે સિમ કાર્ડ પર બનાવી સોનુ સૂદની તસવીર


કોરોનાવાયરસ મહામારી દરમિયાન બોલીવુડ અભિનેતા સોનુ સૂદે જરૂરિયાતમંદોની મદદ કરીને બધાનાં મન જીતી લીધાં છે. જે પણ તેની કોઇપણ પ્રકારની મદદ માગે છે તો સોનુ સૂદ મદદ કરે છે. જે રીતે તે લોકોની મદદ કરી રહ્યો છે, તેના દેશની સાથે-સાથે વિદેશમાં પણ ચાહકો બનતા જાય છે. સોનુનાં ચાહકો ટ્વિટર પપ તેને ટૅગ કરી પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. સોમિન નામના એક ટ્વિટર યૂઝરે સિમ કાર્ડ પર સોનુ સૂદની તસવીર બનાવી છે. જેના પર અભિનેતાએ સરસ કોમેન્ટ પણ કરી છે જે લોકોને ખૂબ જ ગમી રહી છે.

સોનુ સૂદને ટૅગ કરતાં યૂઝરે એક તસવીર શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું, "સોનુ સૂદ સર, તમારી તસવીર મેં સિમ કાર્ડ પર પેઇન્ટ કરી છે. તમને કેવી લાગી? અમને તમારા પર ગર્વ છે સર."




અભિનેતાએ મજાકના અંદાજમાં ઇમોજી સાથે જવાબમાં લખ્યું છે કે, "10G નેટવર્ક"


ખૂબ જ ઓછા સમયમાં સોનુ સૂદના આ ટ્વીટને 32 હજાર કરતાં વધારે લાઇક્સ મળી ગયા હતા, અને આ સંખ્યા હજી વધી રહી છે. હજારો લોકોએ આ ટ્વીટને રિટ્વીટ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2020 10:58 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK