Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુપરસ્ટાર સિંગર અદનાન સામીએ આપી પુત્રીને શું આપી બર્થ-ડે ગિફ્ટ

સુપરસ્ટાર સિંગર અદનાન સામીએ આપી પુત્રીને શું આપી બર્થ-ડે ગિફ્ટ

12 May, 2019 03:58 PM IST |

સુપરસ્ટાર સિંગર અદનાન સામીએ આપી પુત્રીને શું આપી બર્થ-ડે ગિફ્ટ

અદનાને મનાવ્યો પુત્રી મેદિનાનો બીજો જન્મ દિવસ

અદનાને મનાવ્યો પુત્રી મેદિનાનો બીજો જન્મ દિવસ


સિંગર અદનાન સામીએ ફેમસ બ્રિટિશ ઓટોમોબાઈલ મેકિંગ કંપની એસ્ટન માર્ટિન દ્વારા તૈયાર કરેલી એક સ્ટ્રોલર તેમની 2 વર્ષની પુત્રીને ગિફ્ટમાં આપી છે. આ સ્ટ્રોલર કોઈ સામાન્ય સ્ટ્રોલર નથી તેની કિમત જાણીને તમને આશ્ચર્ય થશે. અદનાન સામીએ તેમની પુત્રીને 4,500 યુએસ ડોલર એટલે કે 3,00,000થી પણ વધુ કિમતનું સ્ટ્રોલર ગિફ્ટમાં આપ્યું છે. અદનાન સામીએ કહ્યું હતું કે તે તેમની પુત્રીને ખાસ સ્ટ્રોલર ગિફ્ટ આપવા માગતા હતા.

અદનાને આઇએનએસને કહ્યું, મને કાર્સનો શોખ છે અને હું જેમ્સ બૉન્ડનો ચાહક પણ છું. મારી મૂવીઝની લાયબ્રેરીમાં જેમ્સ બોન્ડની બધી જ ફિલ્મોનું કલેક્શન છે. હું મેડિના જાનને ખાસ સ્ટ્રૉલર ગિફ્ટમાં આપવા માંગતો હતો તેની માટે એસ્ટર્ન માર્ટિન પર્ફેક્ટ હતો. અદનાને આગળ કહ્યું, એસ્ટર્ન માર્ટિનની કારમાં જેવા લેધરનો ઉપયોગ કરવામાં આવે છે તેવા જ લેધરનો ઉપયોગ આ સ્ટ્રૉલરમાં પણ કરવામાં આવ્યો છે.




સામાન્ય રીતે તેઓ આને કાળા કલરમાં જ બનાવે છે, પણ હું આ કેમલ રંગમાં ઇચ્છતો હતો. આમાં ખાસ સસ્પેન્શન થવાને કારણે આરામથી ચાલે છે. આ એક વિશેષ માર્ટિન બ્લેન્કેટ સાથે આવે છે જેને ઘેટાંના ઉનથી બનાવવામાં આવે છે. મેડિનાએ આઠ મેના પોતાનો બીજો જન્મદિવસ ઉજવ્યો જેની ઉજવણી અત્યારે પણ થઇ રહી છે. અદનાને શનિવારે ટ્વીટ કર્યું : મારી વ્હાલી રોયા જાન અને પરી મેડિના સાથે મ્યૂનિખ, જર્મનીના કાર્નિવલમાં વધુ મસ્તી.

આ પણ વાંચો :Happy Mothers Day :તમારા જાણીતા ગુજરાતી સેલિબ્રિટી તેમની માતા સાથે


નોંધનીય છે કે અદનાન ઘણાં સમયથી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીથી દૂર છે. પણ લોકો આજે પણ તેમના ગીત સાંભળાવું પસંદ કરે છે. તો તેની દીકરી મેદિનાને સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિયતા મળતી રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 03:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK