એક સમયે નેહા કક્કર ભજન ગાઈને કમાતી હતી 500 રૂપિયા

Updated: Jun 06, 2019, 16:53 IST | મુંબઈ

સિંગર નેહા કક્કર (Neha Kakkar)નો 6 જૂનના રોજ 31મો જન્મદિવસ ઉજવી રહી છે. બધા જાણે છે કે બર્થ-ડેગર્લ નેહાએ Indian Idolથી પોતાના કરિયરની શરૂઆત એક કન્ટેસ્ટન્ટ તરીકે કરી હતી.

સિંગર નેહા કક્કર
સિંગર નેહા કક્કર

સિંગર નેહા કક્કર (Neha Kakkar)નો 6 જૂનના રોજ 31મો જન્મદિવસ ઉજવી રહી છે. બધા જાણે છે કે બર્થ-ડેગર્લ નેહાએ Indian Idolથી પોતાના કરિયરની શરૂઆત એક કન્ટેસ્ટન્ટ તરીકે કરી હતી. આ શૉ એ જ તેમને બુલંદ પર પહોંચાડવામાં મદદ કરી હતી. એમના દ્વારા બનાવવામાં આવેલા મેશઅપ સોશિયલ મીડિયા પર એટલી લોકપ્રિય થયા કે તે એના ચરમ સીમાએ પહોંચી ગઈ. નેહા કક્કરે એના બાદ ક્યારે પણ પાછળ ફરીને જોયું નથી. એટલું જ નહીં તેઓ હવે બૉલીવુડની અગ્રણી સિંગરોમાંથી એક છે. નેહાએ એક મેશઅપ વીડિયો બનાવ્યો હતો, જે યૂ-ટ્યૂબ પર અત્યાર સુધી 4.2 કરોડ લોકોએ જોયો છે. બાદ સેલ્ફી વીડિયો પણ બનાવ્યો અને એ વીડિયોએ પણ એની એલગ ઓળખ બનાવી છે.

 

દિલ્હીના એક પંજાબી પરિવારથી છે નેહા

નેહા મૂલત: દિલ્હીના એક પંજાબી પરિવારથી છે અને એનો જન્મ 6 જૂન 1988એ થયો હતા. નેહા અને એની મોટી બહેન સોનૂએ ગીત ગાવાની શરૂઆત માતાના જગરાતામાં ભજન ગાઈને કરી હતી. ત્યારે તેમની કમાણી 500 રૂપિયા હતી. વર્ષોના સંઘર્ષ બાદ નેહાની બહેન સોનૂએ બોલીવુડમાં ગીત ગાવાની તક મળી. નેહાએ એના બાદ ઈન્ડિયન આઈડલ દ્વારા પોતાની ઓળખ બનાવવાની શરૂ કરી અને આજે તે બોલીવુડની સૌથી સારી મહિલા ગાયીકા તરીકે જાણીતી છે. નેહા કક્કર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાના ચાહકોની સાથે સંપર્કમાં પણ રહે છે.

આ પણ વાંચો : Happy Birthday: 'કોકા કોલા' ગર્લ નેહા કક્કરની કેટલીક રસપ્રદ વાતો

બ્રેક-અપના લીધે ડિપ્રેશનનો શિકાઈ થઈ હતી નેહા

થોડા સમય પહેલા નેહા કક્કરનું ફિલ્મ અભિનેતા હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઈ ગયું હતું જેને લઈને તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. એના બાદ એણે પોતાની જાતને સંભાળી લીધી અને પોતાના સફળ કરિયરને હજી આગળ લઈ જવામાં એકજૂટ થઈ ગઈ. નેહાએ પોતાના ભાઈ ટોની કક્કર સાથે TikTok અને Instagram પર ધમાલમસ્તીવાળા વીડિયોઝ સતત પોસ્ટ શૅર કરતી રહી, જે ફૅન્સને ઘણા સારા પણ લાગ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK