ફેમિલી ટેન્ડન્સિસ : અટ્રેક્શન, રોમૅન્સ, મેરેજ અને સ્ટેન્ડ-અપ કૉમેડી!

Published: Feb 21, 2020, 15:34 IST | Parth Dave | Mumbai Desk

નેટફ્લિક્સે ગયા વર્ષે ઑક્ટોબરમાં આઠ કૉમેડિયન સાથે સ્પેશ્યલ શોના કરાર કર્યા છે

વર્ષ ૨૦૨૦ની શરૂઆતથી જ સ્ટ્રિમિંગ સર્વિસ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર થ્રિલરથી માંડીને કૉમેડી સુધી દરેક પ્રકારના શો રિલીઝ થઈ રહ્યા છે. ૨૮ ફેબ્રુઆરીના નેટફ્લિક્સ ‘અમિત ટંડન : ફેમિલી ટેન્ડન્સિસ’ નામનો કૉમેડી-શો રિલીઝ કરવાનો છે જેમાં ૪૪ વર્ષના કૉમેડિયન અમિત ટંડન લૉ ઑફ અટ્રેક્શન, રોમૅન્સ અને મેરેજ લાઇફ પર વ્યંગ કરતો જોવા મળશે. લગભગ ૭૨ મિનિટના આ શોમાં મેરેજ લાઇફમાં રોમૅન્સની કમીથી માંડીને આજના સમયના પેરેન્ટિંગની ‘ટેન્ડન્સિસ’ જોવા મળશે.
અમિત ટંડનનો નેટફ્લિક્સ સાથેનો આ બીજો પ્રોજેક્ટ છે. તે જાન્યુઆરી ૨૦૧૯માં નેટફ્લિક્સ પર ‘કૉમેડિયન્સ ઑફ ધ વર્લ્ડ’નો પણ એક ભાગ હતો. નેટફ્લિક્સ દ્વારા ઑક્ટોબર ૨૦૧૯માં આઠ કૉમેડિયન સાથે ડીલ કરવામાં આવી હતી જેમના સ્પેશ્યલ શો આ પ્લૅટફૉર્મ પર રજૂ થશે. જાન્યુઆરીમાં આ પ્રોજેક્ટ હેઠળ કૉમેડિયન-અભિનેતા વીર દાસનો શો ‘વીર દાસ : ફોર ઇન્ડિયા’ રિલીઝ થઈ ચૂક્યો છે. આઠ લોકોની આ યાદીમાં અમિત ટંડન અને વીર દાસ ઉપરાંત કેની સેબેસ્ટિયન, કાનન ગિલ, કનીઝ સુરકા, પ્રશસ્તી સિંહ, નિવેદિતા પ્રકાશમ અને સુપ્રિયા જોશીનો સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK