Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > એક્સ્ટ્રામૅરિટલ રિલેશનના અદ્ભુત અગિયાર કિસ્સાની કથા ઇશ્ક કમીના

એક્સ્ટ્રામૅરિટલ રિલેશનના અદ્ભુત અગિયાર કિસ્સાની કથા ઇશ્ક કમીના

22 January, 2020 03:15 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

એક્સ્ટ્રામૅરિટલ રિલેશનના અદ્ભુત અગિયાર કિસ્સાની કથા ઇશ્ક કમીના

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


 

 



રશ્મિન શાહ


લગ્નેતર સંબંધોએ હંમેશાં ચર્ચા જગાવી છે, વિવાદ ઊભો કર્યો છે. સહજ અને સરળ લાગતી આ વાતને ઝીફાઇવ હવે વેબ-સિરીઝમાં લાવવાનું છે. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા અને લોકોની નજર ખેંચે એવા અગિયાર લગ્નતેર સંબંધોના કિસ્સા પર અગિયાર એપિસોડની વેબ-સિરીઝ બનાવવાનું કામ આ વેબ-પ્લૅટફૉર્મે શરૂ કર્યું છે. વિષયનું પોત પહોળું હોવાથી એને માટે સમયગાળો પસંદ કરવામાં આવ્યો છે. પહેલી સીઝનમાં છેલ્લાં દસ વર્ષના ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ કિસ્સા લેવામાં
આવશે અને એ પછી ઑડિયન્સની ડિમાન્ડને આધારિત સમયકાળ પસંદ કરવામાં આવશે.

આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી


લગ્નતેર સંબંધોનું નામ વાંચીને જો તમે એવું ધારતા હો કે એમાં સામાન્ય સ્તરના એક્સ્ટ્રામૅરિટલ રિલેશન લેવામાં આવશે તો તમે ભૂલ કરો છો. સગા જેઠ સાથે અને સગા સસરા સાથે આડા સંબંધ ધરાવતા અને એ સંબંધો માટે ડિવૉર્સ લઈને સસરા સાથે લગ્ન કરવાની તૈયારી કરે એવા રૂંવાડાં ઊભાં કરી દેનારા કિસ્સાની પસંદગી આ સિરીઝ માટે કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 03:15 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK