સુશાંત સિંહના અંતિમ સંસ્કાર સમયે આકાશ પણ રડી પડયું

Updated: Jun 15, 2020, 20:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શ્રદ્ધા કપૂર, ક્રિતિ સેનન, અભિષેક કપૂર, વરુણ શર્મા સહિતના સેલેબ્સે અભિનેતાને આપી અંતિમ વિદાય

સુશાંત સિંહ રાજપુતને અંતિમ વિદાય આપવા પહોંચેલા શ્રદ્ધા કપુર અને વરૂણ શર્મા (તમામ તસવીરો: યોગેન શાહ)
સુશાંત સિંહ રાજપુતને અંતિમ વિદાય આપવા પહોંચેલા શ્રદ્ધા કપુર અને વરૂણ શર્મા (તમામ તસવીરો: યોગેન શાહ)

14 જૂને બાંદ્રા સ્થિત ઘરના બેડરૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતના આજે એટલે કે 15 જૂને સાંજે ચાર વાગ્યાની આસપાસ વિલે પાર્લા સ્થિત પવન હંસ સ્માશાનગૃહમાં કરવામાં આવ્યા હતાં. પિતા કે. કે. સિંહ તથા અન્ય સંબંધીઓ પટનાથી મુંબઈ આવ્યા હતા અને તેમની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ સહિત ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો પણ હાજર રહ્યા હતાં.

કોરોના વાયરસ મહામરીને લીધે સ્મશાનમાં ફક્ત 20 લોકોને જ હાજર રહેવાની પરવાનગી હતી. પરંતુ સ્મશાનની બહાર પરિવાર અને મિત્રો સુશાંતને અલવિદા કહેવા માટે આવ્યા હતા. મુંબઈ પોલીસે આપેલી માહિતી મુજબ, અંતિમ સંસ્કારમાં પરિવારના આઠ સભ્યો સામેલ થયા હતા. સુશાંતના પિતા ઉપરાંત બહેન તથા અન્ય નિકટના સંબંધીઓ સ્મશાન આવ્યા હતા.

રેહા ચક્રર્વતી, શ્રદ્ધા કપૂર, ક્રિતિ સેનન, અભિષેક કપૂર, વરુણ શર્મા, મુકેશ છાબરા, વિવેક ઓબેરોય, અભિષેક કપૂર અને પત્ની પ્રજ્ઞા સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં. ઉપરાંત અર્જુન બિજલાની સહિતના ટીવી સેલેબ્ઝે પણ હાજરી આપી હતી.

શ્રદ્ધા કપૂર

વરૂણ શર્મા

ક્રિતિ સેનન

વિવેક ઓબરોય

જૅકી ભગનાની

 રેહા ચક્રવર્તી સવારે કૂપર હૉસ્પિટલ પહોંચી હતી

સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર સમયે વરસાદ પડતો હતો અને જાણે એવું લાગી રહ્યું હતું કે અભિનેતાની વિદાયથી આકાશ પણ રડી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK