મંદીના માહોલમાં પણ કરણ પટેલે ફી શું કામ ડબલ કરી નાખી?

Published: Jul 02, 2020, 21:16 IST | Mumbai correspondent | Rajkot

‘કસૌટી ઝિંદગી કી’ની સેકન્ડ સીઝનમાં મિસ્ટર બજાજના કૅરૅક્ટર માટે ઍક્ટરે દોઢને બદલે ત્રણ લાખ ફી કરી જેમાંથી તે લાખ રૂપિયા પોતાના સ્ટાફને આપશે

કરણ પટેલ
કરણ પટેલ

એકતા કપૂરની સુપરહિટ સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’નું શૂટ શરૂ થઈ ગયું છે. આ શોમાં હવે મિસ્ટર બજાજ તરીકે કરણ પટેલ જોવા મળશે. મજાની વાત એ છે કે કરણ પટેલે આ શો માટે પોતાના આગલા શો કરતાં ફી ડબલ કરી નાખી છે. અગાઉ કરણ ‘યે હૈ મોહબ્બતેં’ માટે પર ડે દોઢ લાખની ફી લેતો હતો, પણ હવે કરણ આ નવા શો માટે ત્રણ લાખ ફી લેવાનો છે. લૉકડાઉન, મંદી અને આટલો સમય શૂટિંગ બંધ રહ્યા પછી પણ હિંમતપૂર્વક ફીમાં આટલો મોટો ઉછાળો કરવા માટે કરણ પટેલને દાદ દેવી પડે; પણ કરણની તારીફ તો ત્યારે જ થાય જ્યારે તમને આ ફી વધારાનું સાચું કારણ ખબર પડે.
કરણ પટેલને ફી વધારો હમણાં નહીં કરવા માટે એકતા કપૂરે પણ કહ્યું હતું; પણ કરણ માન્યો નહીં અને કરણે ખુલાસો કર્યો કે તેનો ફી વધારો તો માત્ર ત્રીસ ટકા જ છે પણ બાકીની જે રકમ છે એ રકમ પોતાના સ્ટાફ એટલે કે મેકઅપ આર્ટિસ્ટ, હેરસ્ટાઇલિસ્ટ, વૅનિટી વૅન હેલ્પર, સ્પૉટ બૉય અને મૅનેજર વચ્ચે વહેંચી દેવામાં આવશે.
મંદીના આ સમયમાં સૌકોઈ જ્યારે સૅલરી કટ કરવાના મૂડમાં છે ત્યારે પોતાના સ્ટાફને પણ વધારો આપવાનું કામ ભાગ્યે જ કોઈએ કર્યું હશે અને એમાં કરણ પટેલનો સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK