માઇથોલૉજિકલ શો દ્વારા ટીવી-ડેબ્યુ નથી કરી રહી ઈશા દેઓલ

Published: Jul 08, 2020, 01:16 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

‘જગ જનની મા વૈષ્ણોદેવી: કહાની માતા રાની કી’ દ્વારા તે ટીવીમાં એન્ટ્રી કરી રહી હોવાની ચર્ચા ચાલી હતી

ઈશા દેઓલ
ઈશા દેઓલ

ઈશા દેઓલ તખ્તાણી માઇથોલૉજિકલ શો દ્વારા ટીવીમાં એન્ટ્રી કરી રહી હોવાની વાતને તેણે ફગાવી દીધી છે. ‘જગ જનની મા વૈષ્ણોદેવી : કહાની માતા રાની કી’ દ્વારા તે ટીવીમાં એન્ટ્રી કરી રહી હોવાની ચર્ચા ચાલી હતી. આ વિશે ઈશાની ટીમે સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે ‘ઈશા દેઓલ તખ્તાણી વતી અમે એક વાત સાફ કરવા માગીએ છીએ કે મીડિયામાં તેની સિરિયલના રોલને લઈને જે વાત ચાલે છે એ ખોટી છે. તે આ સિરિયલમાં એક પણ પાત્ર નથી ભજવી રહી. તે મા વૈષ્ણોદેવીની ભક્ત છે અને આ શો સાથે જોડાયેલા દરેકને શુભેચ્છા પાઠવે છે. ઈશા હાલમાં ફિલ્મો, વેબ-સિરીઝ અને વેબ-ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહી છે. યોગ્ય સમયે તે તેની ફિલ્મની જાહેરાત કરશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK