સુશાંત સિંહના સુસાઇડ પછી ચાલી રહેલી ચર્ચાનો પણ એજન્ડા છે: અનુભવ સિંહા

Published: Jul 08, 2020, 01:10 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

અનુભવ સિંહાનું માનવું છે કે સુશાંત સિંહના મૃત્યુ બાદ પૉલિટિકલી એનો ફાયદો ઉઠાવવા માટે રોજ નવા-નવા ડ્રામા ઉમેરવામાં આવી રહ્યા છે

અનુભવ સિંહા
અનુભવ સિંહા

અનુભવ સિંહાનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડને લઈને જે ડિસ્કશન ચાલી રહ્યું છે ખૂબ જ વાહિયાત છે. અનુભવ સિંહાનું માનવું છે કે તેના મૃત્યુ બાદ પૉલિટિકલી એનો ફાયદો ઉઠાવવા માટે રોજ નવા-નવા ડ્રામા ઉમેરવામાં આવી રહ્યા છે. સુશાંતે ૧૪ જૂને બાંદરામાં આવેલા તેના ઘરમાં કરેલા સુસાઇડ બાદ બૉલીવુડમાં સગાવાદ અને મોટા-મોટા કૅમ્પ દ્વારા પાવરનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે એ વિશે ચર્ચા ચાલી રહી છે. આ વિશે અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘આ બધું જે ચાલી રહ્યું છે એ ખૂબ જ વાહિયાત છે. મારું માનવું છે કે આપણે આ યુવાન છોકરાના આત્માને શાંતિ મળે એવું કરવું જોઈએ. તેના દિમાગમાં ઘણુંબધું ચાલી રહ્યું હતું. તે કદાચ ઘણો ડિસ્ટર્બ હતો અને તેને શાંતિ નહોતી મળી. મને લાગે છે કે આપણે થોડા સમય માટે તેને એકલો રહેવા દેવો જોઈએ જેથી તેના આત્માને શાંતિ મળે. તમે જ્યારે સારું કામ કરી રહ્યા હો ત્યારે તમારી લાઇફનો અંત આણવો સહેલું નથી. આપણે ચૂપ રહેવાની જરૂર છે ત્યારે આ વિશે ઘણી વાતો ચાલી રહી છે. મને લાગે છે કે એમાં પૉલિટિક્સનો હાથ છે અને કોઈ માટે પણ સહેલું નથી ખાસ કરીને આ યુવાન ઍક્ટર માટે.’

સુશાંતની ફૅમિલી માટે આપણે સેન્સિટિવ રહેવું જોઈએ એવું જણાવતાં અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘લોકોએ સુશાંત અને તેની ફૅમિલી વિશે વિચારવું જોઈએ. દરરોજ કોઈ ને કોઈ ડ્રામા આવે છે જે ખૂબ જ ડિસ્ટર્બિંગ છે. હું તેને ઓળખતો નહોતો, હું તેને મળ્યો નહોતો તેમ છતાં હું ડિસ્ટર્બ છું. તે ફક્ત ૩૪ વર્ષનો હતો. મેં મારી પહેલી ફિલ્મ ૩૬ વર્ષનો હતો ત્યારે બનાવીહતી. મારું માનવું છે કે તેને લઈને જે ડિસ્કશન ચાલે છે એ એજન્ડા ડ્રિવન છે અને એથી જ મારે એમાં ભાગ નથી લેવો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK