જોકે પોતાની આગામી ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ને અલગ લુક મળે એ માટે ઇમરાને ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એના પોસ્ટરમાં કિસિંગ સીન ન મૂકવાનો આગ્રહ કર્યો હતો, જેને માની લેવામાં આવતાં ‘ડર્ટી પિક્ચર’ના પોસ્ટરમાંથી ઇમરાનના ટ્રેડમાર્ક કિસિંગ સીન ગાયબ છે. આને કારણે જ ‘ડર્ટી પિક્ચર’નું પબ્લિસિટી કૅમ્પેન ઇમરાનની અન્ય ફિલ્મો કરતાં હટકે સાબિત થયું છે.
આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે કે ‘ઇમરાનને લાગ્યું હતું કે તેની અને વિદ્યા વચ્ચેની કિસનો જો ભારે પ્રચાર કરવામાં આવશે તો ‘ડર્ટી પિક્ચર’નો લુક તેની ટિપિકલ ફિલ્મો જેવો થઈ જશે. ફિલ્મમાં તેનું પાત્ર પહેલાં વિદ્યાને નફરત કરતું હોય છે અને ધીરે-ધીરે આ લાગણી પ્રેમમાં બદલાઈ જાય છે. ફિલ્મનું આ મહત્વનું પાસું મરી ન જાય એટલે ઇમરાને પ્રોડ્યુસર એકતા કપૂર અને ડિરેક્ટર મિલન લુથરિયાને પોસ્ટરમાં કિસિંગ સીન ન રાખવાની વિનંતી કરી હતી. એકતા અને મિલનને પણ આ વાત ગળે ઊતરી જતાં તેમના કિસિંગ સીન પોસ્ટરને બદલે માત્ર પડદા પર જ જોવા મળશે.’
આ મુદ્દે ઇમરાન સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ‘ફિલ્મમાં મારો અને વિદ્યાનો સંબંધ તેના બીજા હીરો સાથેના સંબંધ કરતાં સાવ અલગ છે. મને લાગ્યું હતું કે આ હકીકત પ્રચારમાં પણ સ્પષ્ટ થવી જોઈએ એટલે મેં મિલન અને એકતાને પોસ્ટરમાં કિસિંગ સીન ન રાખવાનું સૂચન કર્યું હતું જે તેમને પણ પસંદ પડ્યું હતું.’
મુંબઈ સાગાને યુનિક સ્ટાઇલથી રજૂ કરવામાં આવી છે: ઇમરાન હાશ્મી
28th February, 2021 15:30 ISTઇન્ડસ્ટ્રીના તમામ ઍક્ટર્સનાં ગીત ભેગાં કરીએ તો પણ ઇમરાનના એકલાનાં હિટ ગીત વધુ છે: જૉન એબ્રાહમ
28th February, 2021 15:26 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
28th February, 2021 15:24 ISTછોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો
26th February, 2021 13:05 IST