ઇમરાનનો દીકરો છે ડાન્સનો દીવાનો

Published: 22nd October, 2012 05:32 IST

બૉલીવુડમાં ઇમરાન હાશ્મીની ઇમેજ સિરિયલ કિસર તરીકેની છે, પણ હવે ધીરે-ધીરે દમદાર અભિનયથી તેની આ ઇમેજ ભૂંસાવા લાગી છે.

જોકે આમ છતાં ઇમરાનની ગણતરી ક્યારેય સારા ડાન્સર તરીકે નથી થઈ, કારણ કે તેને પોતાને જ ડાન્સ પ્રત્યે ખાસ લગાવ નથી. જોકે ઇમરાનનો અઢી વર્ષનો દીકરો અયાન ડાન્સ પાછળ દીવાનો છે અને તેને પોતાના ડૅડીના દરેક ગીત પર ડિસ્કો કરવાનું બહુ ગમે છે.

અયાનના ડાન્સ માટેના આ પ્રેમ વિશે વાત કરતાં ઇમરાન કહે છે, ‘હું અયાનને અભિનયમાં ધકેલવા નથી માગતો. તેને આખો દિવસ ડાન્સ કરવાનું ગમે છે. મને આ વાતની બહુ નવાઈ લાગે છે, કારણ કે મને ડાન્સ કરવાનું બિલકુલ નથી ગમતું. તે મારો ફોટો મૅગેઝિનના કવર પર કે પછી હોર્ડિંગમાં જુએ કે તરત તેના પગ થિરકવા માંડે છે. તેને મારા ‘ભારત માતા કી જય’ ગીત પર ડાન્સ કરવાનું બહુ ગમે છે.’

જોકે છેલ્લા કેટલાક સમયથી ઇમરાન બહુ વ્યસ્ત બની ગયો છે. એને કારણે તેને પોતાના દીકરા સાથે બહુ ઓછો સમય મળે છે અને આ વાતનો તેને અફસોસ પણ છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં ઇમરાન કહે છે, ‘ક્યારેક મારે સતત શૂટિંગ કરવું પડે છે. એને કારણે મારા માટે રવિવારે પણ દીકરા સાથે સમય પસાર કરવા સમય કાઢવાનું મુશ્કેલ બની જાય છે. રવિવારે મારે કોઈ કામ ન હોય ત્યારે હું આખો દિવસ મારા પરિવાર સાથે જ ગાળવાનું પસંદ કરું છું. હકીકતમાં સન્ડે મારા માટે ‘સન’-ડે છે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK