Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઇમરાન હાશ્મી ઇચ્છે છે કે ધી કિસ ઑફ લાઇફ પરથી વેબ-સિરીઝ બને

ઇમરાન હાશ્મી ઇચ્છે છે કે ધી કિસ ઑફ લાઇફ પરથી વેબ-સિરીઝ બને

22 January, 2020 06:12 PM IST | મુંબઈ

ઇમરાન હાશ્મી ઇચ્છે છે કે ધી કિસ ઑફ લાઇફ પરથી વેબ-સિરીઝ બને

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી


૨૦૧પથી ૨૦૧૭નાં બે વર્ષનો પિરિયડ ઇમરાન હાશ્મી માટે જબરદસ્ત ખરાબ હતો. આ સમય દરમ્યાન ઇમરાનના ૭ વર્ષના દીકરા અયાનને કૅન્સર ડિટેક્ટ થયું હતું, જેની સારવાર મુંબઈ અને કૅનેડામાં કરવામાં આવી હતી. અયાન હવે કૅન્સર-મુક્ત છે. અયાનની આ પીડાદાયી જર્ની અને તેની સાથે ઇમરાન અને તેની વાઇફની મનોદશા પર ઇમરાન હાશ્મીએ બિલાલ સિદ્દીકી સાથે ‘ધી કિસ ઑફ લાઇફ’ ટાઇટલ સાથે બુક પણ લખી છે.

આ પણ વાંચો : મિશન ઝુલ્ફિકાર પછી શ્રીકાંતની લાઇફમાં શું થાય છે એ એક્સપ્લોર કરીશું



ઇમરાન ઇચ્છે છે કે તેની આ બુક પરથી વેબ-સિરીઝ બને જેથી લોકોમાં કૅન્સર વિશે જાગૃતિ આવે અને લડત આપવાથી કૅન્સર જેવી બીમારીથી કેવી રીતે બહાર આવી શકાય એ પણ જાણવા મળે. બુક પરથી જો વેબ-સિરીઝ બનાવવામાં આવે તો એ કેવી હોય એનો રફ ડ્રાફ્ટ અત્યારે બુકનો કો-રાઇટર બિલાલ તૈયાર કરી રહ્યો છે. બિલાલ સિદ્દીકી ઑલરેડી શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના ક્રીએટિવ ડિપાર્ટમેન્ટમાં છે, જેને લીધે શાહરુખ પણ આ પ્રોજેક્ટમાં રસ લઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 06:12 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK