ઇમરાન હાશ્મીએ કરી સલમાનની બરાબરી

Published: 6th August, 2012 03:07 IST

કાર-બૅટરીની એન્ર્ડોસમેન્ટ ડીલમાં હરીફ કંપનીના મૉડલ સલ્લુ જેટલી જ ફી મેળવી

imran-hashmi-salman‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘શાંઘાઈ’ જેવી ફિલ્મો પછી બૉલીવુડમાં ઇમરાન હાશ્મીનું સ્થાન મજબૂત થઈ ગયું છે અને લેટેસ્ટ સમાચાર પ્રમાણે હવે તે બ્રૅન્ડ એન્ર્ડોસમેન્ટ માટે સલમાન ખાન જેટલી જ રકમ મેળવવા લાગ્યો છે. તાજેતરમાં એક મોટી ઑટોમોબાઇલ કંપની દ્વારા તેને કારની બૅટરીની એન્ર્ડોસમેન્ટ ડીલ માટે સાઇન કરવામાં આવ્યો છે અને તેને હરીફ કંપનીના બ્રૅન્ડ-ઍમ્બેસેડર સલમાનને જેટલી રકમ મળે છે એટલી જ તોતિંગ રકમ ચૂકવવામાં આવી છે.

આ મુદ્દે ઇમરાનની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘ફીને મામલે ઇમરાન હવે સલમાનની બરોબરી કરી રહ્યો છે, કારણ કે હવે ઇમરાનનો પણ વિશાળ ચાહકવર્ગ છે. ઇમરાનને બૅટરીને એન્ર્ડોસ કરવા માટે સલમાન જેટલી જ કરોડો રૂપિયાની ફી મળી છે. ઇમરાનની ફિલ્મોને બૉક્સ-ઑફિસ પર સફળતા મળી રહી હોવાને કારણે તેની બ્રૅન્ડ વૅલ્યુ વધી ગઈ છે.’

ઇમરાન હતો ‘રાઝ’નો આળસુ અસિસ્ટન્ટ

વિક્રમ ભટ્ટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘રાઝ ૩’ નજીકના ભવિષ્યમાં રિલીઝ થઈ રહી છે અને એમાં ઇમરાન હાશ્મી તેમ જ બિપાશા બાસુ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માટે ઇમરાન બહુ ઉત્સાહી છે, કારણ કે તે ૨૦૦૨માં રિલીઝ થયેલી આ સિરીઝની મૂળ ફિલ્મમાં અસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો અને તે આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં હીરો તરીકે કામ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં ઇમરાન કહે છે, ‘હું ‘રાઝ’નો બહુ આળસુ અસિસ્ટન્ટ હતો. આ ફિલ્મના ઊટીના શૂટિંગ વખતે હું સતત મહેશ ભટ્ટને મને હીરો બનાવવા માટે આગ્રહ કરતો હતો, કારણ કે મેં ત્યારે જ ઍક્ટિંગ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK