ઈમરાન હાશ્મીએ KBCમાં તેમના પુત્રના કૅન્સર સમયની પીડા વ્યક્ત કરી

Published: Nov 22, 2019, 13:08 IST | Rajkot

‘કૌન બનેગા કરોડપતિ’ના કર્મવીર એપિસોડમાં આજે પહેલી વાર ઇમરાન હાશ્મી દીકરા અયાનના કૅન્સર સમયની વ્યથા ઑડિયન્સ સમક્ષ વર્ણવશે

ઈમરાન હાશ્મી KBC સેટ પર
ઈમરાન હાશ્મી KBC સેટ પર

સૌકોઈને ખબર છે કે ઇમરાન હાશ્મીના દીકરા અયાનને આજથી ચાર વર્ષ પહેલાં કૅન્સર ડિટેક્ટ થયું હતું અને ઇમરાનની લાઇફમાં અંધકાર છવાઈ ગયો હતો. ઇમરાન હાશ્મીએ પોતાના એ કડવા અનુભવ પર ‘ધી કિસ ઑફ લાઇફ’ પણ લખી છે. એ સમય પછી ઇમરાન હંમેશાં કૅન્સરગ્રસ્ત પેશન્ટને મદદ કરવા કે જાગૃતિ લાવવાનું કામ પણ કરતો રહ્યો છે. શુક્રવારે ઇમરાન હાશ્મી ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્પેશ્યલ એપિસોડ ‘કર્મવીર’ પર આવશે અને કૅન્સર સામે લડત ચલાવતાં તથા કૅન્સરગ્રસ્ત બાળકોને મદદ કરતાં પૂર્ણતા દત્તા બહલને ફન્ડ જીતવા માટે મદદ કરશે. ઇમરાન હાશ્મીએ આ એપિસોડમાં ઑડિયન્સને રિક્વેસ્ટ કરતાં કહ્યું છે કે યોગ્ય પોષણક્ષમ ખોરાક અનિવાર્ય છે.

ઇમરાન હાશ્મીએ કહ્યું હતું કે ‘પહેલાં અયાનને અને પછી મારી મમ્મીને કૅન્સર થયા પછી મેં આ બીમારીને સાવ નજીકથી જોઈ છે. ફૅમિલીમાં કોઈને કૅન્સર થાય ત્યારે આખી ફૅમિલી ભાવનાત્મક રીતે બરબાદ થઈ જાય છે. એ યાતના ભયાનક હોય છે. જેટલી પીડા પેશન્ટ ભોગવે છે એટલી જ પીડા તેની ફૅમિલી પણ ભોગવતી હોય છે.’

ઇમરાન હાશ્મીના કૅન્સરને નજીકથી જોવાના એ વરવા અનુભવની વાતો આજે ‘કૌન બનેગા કરોડપતિ’માં રાતે ૯ વાગ્યે જાણવા મળશે. એ વાતો કરતાં-કરતાં બે વખત ઇમરાન હાશ્મીની આંખો પણ ભરાઈ આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK