ભાજપની જીતની કંગના રનોટેએ કરી આવી રીતે ઉજવણી

May 24, 2019, 13:18 IST

બીજેપીની ખુશી ઉજવતી કંગના રનોટની બહેન રંગોલીએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં કંગના રનોટ પકોડા બનાવતી નજર આવી રહી છે.

ભાજપની જીતની કંગના રનોટેએ કરી આવી રીતે ઉજવણી
કેંગના રનોટ

ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અભૂતપૂર્વ જીતને કંગના રનોટે પોતાની ફૅમિલી સાથે સેલિબ્રેટ કરી હતી. આ વિશે કંગનાએ કહ્યું હતું કે 'મોદીજી જેના માટે ઉભા રહ્યા હતા એ તેમના સ્ટ્રોન્ગ આઈડિયાઝ, તેમનો દૃષ્ટિકોણ અને લોકોની અપેક્ષાઓની સ્ટ્રેન્ગ્થ છે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિશાળી વ્યક્તિની જરૂર છે. આજે આપણે જ્યાં ઊભા છીએ, આવતી કાલના ભવિષ્ય માટે સાહસિક નિર્ણયો લેવાની જરૂર છે. મોદીજી સાથે દેશ માટે અમે સાથે છીએ. એનાથી વધુ અનમોલ બીજું કઈ નથી. ખરૂં તો હું આજે ખૂબ ખુશી અનુભવી રહી છું.'

 

 

બીજેપીની ખુશી ઉજવતી કંગના રનોટની બહેન રંગોલીએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં કંગના રનોટ પકોડા બનાવતી નજર આવી રહી છે.

ઘણા સ્ટાર્સે પીએમ મોદીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. કંગના રનોટ પણ તે સ્ટાર્સમાં શામેલ છે જેઓ પીએમ નરેન્દ્ર મોદીની જીતથી ખુશ છે અને તેણે સોશિયલ મીડિયા પર PM મોદીની જીતનાં વધામણા પાઠવ્યા છે તેમજ આ ખુશીનાં પ્રસંગે તેણે ચા અને પકોડા બનાવીને ઉજવણી કરી હતી અને બધાએ સાથે મળીને આ ઉજવણી સેલિબ્રેટ કરી હતી.

કંગના રનોટની બહેન રંગોલીએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં કંગના કિચનમાં પકોડા બનાવતી અને પરિવાર સાથે બેસીને તેને માણતી નજર આવે છે. તસવીર પોસ્ટ કરતાં બહેન રંગોલીએ લખ્યું હતું કે, કંગના જ્યારે ખુબ ખુશ હોય છે તો તે કુકિંગ કરે છે. આજે PM મોદીની જીતથી ખુશ કંગનાએ અમને ચા-પકોડાની ટ્રીટ આપી.

કંગના રનોટ ઉપરાંત સલમાન ખાન, હુમા કુરેશી, રજનીકાંત, અનુરાગ કશ્યપ, અનુપમ ખેર, જૂહી ચાવલા, હેમા માલિની, મધુર ભંડારકર, રજનીકાંત, અદનાન સામી, શંકર મહાદેવન તમામે PM મોદીને ભવ્ય જીતની શુભેચ્છા મોકલી હતી.

આ પણ વાંચો : ફિર સે મોદી : બૉલીવુડ સેલેબ્સે આ રીતે આપી પીએમ મોદીને શુભેચ્છા

કંગના રનોટ હાલમાં પંગા' અને મેંટલ હૈ ક્યા' ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. 'મેન્ટલ હૈ ક્યા'માં કંગના બૉલીવુડ એક્ટર રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મ 26 જુલાઇએ રિલીઝ થવાની છે. આ પહેલાં આ ફિલ્મ હ્રિતિક રોશનની 'સુપર 30'ને ટક્કર આપવાની હતી. પણ હવે તમામ વિવાદોથી બચવા હ્રિતિકે તેની ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK