Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Fortuneઇન્ડિયાની લિસ્ટમાં સૌથી પાવરફુલ મહિલાઓમાં એકતા કપૂરનું નામ સામેલ

Fortuneઇન્ડિયાની લિસ્ટમાં સૌથી પાવરફુલ મહિલાઓમાં એકતા કપૂરનું નામ સામેલ

24 September, 2019 12:05 PM IST | મુંબઈ ડેસ્ક

Fortuneઇન્ડિયાની લિસ્ટમાં સૌથી પાવરફુલ મહિલાઓમાં એકતા કપૂરનું નામ સામેલ

એકતા કપૂર

એકતા કપૂર


Fortune Indiaની સૌથી પાવરફુલ મહિલાઓની સૂચીમાં ટીવી ક્વીન એકતા કપૂરનું નામ જોડાઇ ગયું છે. સૂચીમાં એકતાને 22 સ્થાન મળ્યું છે. ગયા વર્ષે એકતા કપૂર આ લિસ્ટમાં 29મા સ્થાને હતી.

ઑલ્ટબાલાજીની સફળતાને કારણે નંબર આવ્યો આગળ





ફોર્ચ્યુન ઇન્ડિયાએ લખ્યું છે કે બે વર્ષ પહેલા સુધી એકતા કપૂરનું નામ ભારતીય ટીવી ચેનલ સુધી જ સીમિત હતું. પણ ધીમે ધીમે એકતાએ વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફૉર્મ પર પણ પોતાની પકડ બનાવી. ગયા વર્ષે તેની ઓટીટી પ્લેટફૉર્મ ઑલ્ટબાલાજીના પેઇડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા બે કરોડ સુધી પહોંચી ગઈ. 2017માં આ પ્લેટફૉર્મ લૉન્ચ થયું હતું. તો દેશમાં રહેલા લગભગ 50 ટૉપ ઓટીટી પ્લેટફૉર્મમાંથી ઑલ્ટબાલાજી ટૉપ પર છે. આ પ્લેટફૉર્મના વ્યૂઅર્સની સંખ્યા ડિઝની હૉટ સ્ટાર, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ઝી-5, વૂટ, સોની લિવ અને એમએક્સ પ્લેયર કરતાં ઘણી વધારે છે. હવે ઑલ્ટબાલાજીએ ઝી-5 સાથે સોદો કર્યો છે, જેના અંતર્ગત બન્ને મળીને હવે ઓરિજીન કોન્ટેન્ટ ક્રિએટ કરશે અને તે બન્ને પ્લેટફૉર્મ પર બતાવવામાં આવશે.


આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

અનુષ્કા શર્મા સૂચીમાં એકમાત્ર અભિનેત્રી

 
 
 
View this post on Instagram

Holiday for the world not for those who wanna make it a workout and work catch up day !

A post shared by Erk❤️rek (@ektaravikapoor) onApr 30, 2019 at 11:04pm PDT


અનુષ્કા શર્માને અમેરિકન મૅગેઝિન ‘ફૉર્ચ્યુન’ દ્વારા ઇન્ડિયાની મોસ્ટ પાવરફૂલ વિમેનની ટૉપ 50ની લિસ્ટમાં સ્થાન મળ્યુ છે. આ લિસ્ટમાં તે ૩૯માં સ્થાને છે અને સૌથી યંગ મહિલા છે. ૨૦૦૮માં આવેલી શાહરુખ ખાન સાથેની ‘રબ ને બના દી જોડી’થી અનુષ્કાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનુષ્કાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફોર્ચ્યુન ઇન્ડિયાએ કૅપ્શન આપી હતી કે ‘ભારતની સૌથી પાવરફુલ મહિલાના લિસ્ટમાં અનુષ્કા શર્માનો ૩૯માં ક્રમે સમાવેશ થાય છે. તે ક્લિન સ્લેટ ફિલ્મ્સની કો-ફાઉન્ડર હોવાની સાથે ઘણી બ્રૅન્ડ્સને પણ એન્ડોર્સ કરી રહી છે. તે જ્યારે ૨૫ વર્ષની હતી ત્યારે તેણે પોતાનું પ્રોડક્શન-હાઉઝ શરૂ કર્યું હતું, જે હેઠળ તેણે ‘NH10’, ‘ફિલ્લોરી’ અને ‘પરી’ બનાવી હતી. એ દરેક ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ૪૦-૪૦ કરોડનું કલેક્શન મેળવ્યુ હતું. એનાથી પણ આગળ વધતા ક્લિન સ્લેટ ફિલ્મ્સે હવે નેટફ્લિક્સ સાથે કરાર કર્યા છે. એનાં મારફતે તેઓ હવે ફિલ્મ ‘બુલબુલ’ અને વેબ-સિરીઝ ‘માઇ’ બનાવવાનાં છે. સાથે જ ઍમેઝોન પ્રાઇમ વિડિયો માટે પણ વેબ-સિરીઝ બનાવવામાં આવશે.’

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2019 12:05 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK