એકતા કપૂર નાગિન સિરિયલ નહીં, ફિલ્મ બનાવવા માગતી હતી

Published: Mar 25, 2020, 17:53 IST | Gujarati Mid-day Correspondent | Ahmedabad

એકતા કપૂરની ટીવી-સિરીઝ ‘નાગિન’ પૉપ્યુલર બની છે, પણ અગાઉ આ કન્સેપ્ટની ફિલ્મ માટે તેણે કૅટરિના કૈફ અને પ્રિયંકા ચોપડાને અપ્રોચ કરી હતી

એકતા કપૂર
એકતા કપૂર

કલર્સ ટીવીના જાણીતા ફૅન્ટસી થ્રિલર શો ‘નાગિન’એ સ્મૉલ સ્ક્રીન પર એવી ધૂમ મચાવી છે કે હાલ તેની ચોથી સીઝન ચાલી રહી છ,. પણ શું તમને ખબર છે કે એકતા કપૂર આ કન્સેપ્ટ સાથે પહેલાં ફિલ્મ બનાવવા માગતી હતી અને એ માટે કૅટરિના કૈફ અને પ્રિયંકા ચોપડાનો સંપર્ક પણ કર્યો હતો? તાજેતરમાં એકતા કપૂરે આ વિશે ખુલાસો કર્યો કે ૨૦૧૧માં વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ હિટ થયા બાદ તે ‘નાગિન’ ફિલ્મ બનાવવા માગતી હતી. આ માટે તે પહેલાં કૅટરિના કૈફ પાસે ફિલ્મની ઑફર લઈને ગઈ હતી ત્યારે કૅટરિનાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું હતું કે તું આજના જમાનામાં ખરેખર ‘નાગિન’ બનાવવા માગે છે? ત્યાર બાદ એકતાએ પ્રિયંકા ચોપડાને અપ્રોચ કરીને આ કન્સેપ્ટ જણાવ્યો હતો, પણ પ્રિયંકા એ દરમ્યાન વિદેશ જઈ રહી હતી.

એકતાનું કહેવું છે કે એ વખતે તેણે આ બન્ને ઍક્ટર્સને વધુ સારી રીતે સમજાવવું જોઈતું હતું, કારણ કે ભારતમાં લોકકથા કેટલી પ્રચલિત છે એ કદાચ તેઓ નહીં જાણતાં હોય. હા, મારા સમજાવવાથી પ્રિયંકાએ કદાચ હા પાડી હોત.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK