Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક વિલનની સિક્વલ પ્રોડ્યુસ કરશે એકતા કપૂર અને ભૂષણકુમાર

એક વિલનની સિક્વલ પ્રોડ્યુસ કરશે એકતા કપૂર અને ભૂષણકુમાર

31 January, 2020 02:05 PM IST | Mumbai

એક વિલનની સિક્વલ પ્રોડ્યુસ કરશે એકતા કપૂર અને ભૂષણકુમાર

એકતા કપૂર અને ભૂષણકુમાર

એકતા કપૂર અને ભૂષણકુમાર


એકતા કપૂર અને ભૂષણકુમાર સાથે મળીને ૨૦૧૪માં આવેલી ‘એક વિલન’ની સિક્વલને પ્રોડ્યુસ કરવાનાં છે. આ બન્ને પહેલી વખત સાથે કામ કરવાનાં છે. આ ફિલ્મને મોહિત સુરી ડિરેક્ટ કરશે. ફિલ્મને લઈને ખુશી વ્યક્ત કરતાં એકતા કપૂરે કહ્યું હતું કે ‘એકસમાન વિચારધારા રાખવાવાળા લોકો સાથે અને એકસરખી પૅશન ધરાવતા લોકો સાથે કામ કરવાની હંમેશાંથી ખુશી મળી છે. એક પ્રોડ્યુસર તરીકે અમે હંમેશાં દર્શકોને મનોરંજન પિરસવાના પ્રયાસ કરીએ છીએ. ભૂષણ અને ટી-સિરીઝ સાથે કામ કરીને અમે અમારા ઉદ્દેશને સાર્થક કરીશું.’

તો બીજી તરફ ભૂષણકુમારે કહ્યું હતું કે ‘એકતા અને મેં તેની ફિલ્મમાં મ્યુઝિક માટે કામ કર્યું હતું. હું ખુશ છું કે અમે અર્થસભર સિનેમા પ્રોડ્યુસ કરવા માટે હાથ મિલાવ્યા છે. સાથે જ દર્શકોને અદ્ભુત કન્ટેન્ટ આપવાના છીએ. આ એક પાવરફુલ કોલાબરેશન થવાનું છે. આશા રાખીએ છીએ કે અમે સ્ક્રીન પર હટકે સ્ટોરીઝ લઈને આવીશું.’


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2020 02:05 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK