"કહેને કો હમસફર હૈ-3"માં રોહિતના જીવનની ત્રીજી મહિલા કોણ છે? જાણો અહીં

Published: May 30, 2020, 14:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

કહેને કો હમસફર હૈની ત્રીજી સીઝનમાં રોહિતના જીવનમાં એક પાત્રની એન્ટ્રી થવાની છે આ પાત્ર કોણ છે તે અંગે વધુ માહિતી આપતો વીડિયો એકતા કપૂર, ઑલ્ટ બાલાજી અને ઝી-5એ શૅર કર્યો છે.

અમાયરા
અમાયરા

પહેલી બે સીઝનમાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવ્યા બાદ, રોમાન્ટિક ડ્રામા સીરિઝ કહેને કો હમ સફર હૈની ત્રીજી સીઝન ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. રોહિત અનન્યા અને પૂનમ વચ્ચે ફસાયેલો છે અને આમ જ આ શૉ આગળ વધ્યો હવે આ શૉની ત્રીજી સીઝન 6 જૂનના બપોરે 12 વાગ્યે ઝી ફાઇવ અને ઑલ્ટ બાલાજીના ઓટીટી પ્લેટફૉર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

કહેને કો હમસફર હૈની ત્રીજી સીઝનમાં રોહિતના જીવનમાં એક પાત્રની એન્ટ્રી થવાની છે આ પાત્ર કોણ છે તે અંગે વધુ માહિતી આપતો વીડિયો એકતા કપૂર, ઑલ્ટ બાલાજી અને ઝી-5એ શૅર કર્યો છે. આ વીડિયો પહેલી વારમાં જોતાં રોહિતના જીવનમાં એન્ટ્રી લેનાર અભિનેત્રી અદિતિ વાસુદેવ જે અમાયરાનું પાત્ર ભજવવાની છે તે બેપરવાહ અને પોતાની દુનિયામાં મસ્ત રહે તેવી જોવા મળે છે. નોંધનીય છે કે અમાયરાની એન્ટ્રી રોહિતના જીવનમાં તે સમયે થાય છે જ્યારે રોહિતનું જીવન પહેલાથી જ અશાંત અને અસ્તવ્યસ્ત છે અને તે ઘણું બધું સહન કરી ચૂક્યો છે.

એકતા કપૂરે આ વીડિયો શૅર કરતાં લખ્યું છે કે, ""Amaaira! My fav complex character! Thrill issues kicks on d surface ‘ v f#*cked up’...but as d layers open d obsession unfolds she is d stark reality of someone with mental health issues ...she garbs her vulnerability with nonchalance! I’m thankful to so many female writers (with d fear sounding gender-biased) who r etching these wonderful greys in women ! U alllllll r faaaaab!"

ઉલ્લેખનીય છે કે આ પહેલાની કહને કો હમસફર હૈની બન્ને સીરિઝ ખૂબ જ લોકપ્રિય થઈ હતી હવે જોવાનું એ છે કે 6 જૂને રિલીઝ થનારી આ ત્રીજી સીઝન દર્શકોને કેટલી આકર્ષે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK