Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મુશ્કેલ હોય એવી ચૅલેન્જ ઉપાડવાનું મને ગમે છે : એકતા કપૂર

મુશ્કેલ હોય એવી ચૅલેન્જ ઉપાડવાનું મને ગમે છે : એકતા કપૂર

12 May, 2019 12:39 PM IST | મુંબઈ

મુશ્કેલ હોય એવી ચૅલેન્જ ઉપાડવાનું મને ગમે છે : એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂર


એકતા કપૂરને એવી ગેમમાં વધુ રસ હોય છે જે ટફ હોય. તેનું એમ પણ કહેવું છે કે કૉમ્પિટિશન હોવી જોઈએ. એકતાએ પારિવારિક સિરિયલ્સથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. એક નવી ઍપ લાવવાની ઇચ્છા વ્યક્ત કરતાં એકતાએ કહ્યું હતું કે ‘હું એક એવી ઍપ બનાવવા માગું છું જે ઇન્ટરનૅશનલ લેવલ પર સ્પર્ધા કરી શકે. મારી ઇચ્છા છે કે ભારતના લોકોને લોકલ કન્ટેન્ટ જોવાની પણ તક મળે. આવું કરતી વખતે ઊંધા મોઢે નીચે પટકાઈ પણ શકું છું. આ મારો એક ભ્રમ પણ હોઈ શકે છે, કેમ કે તેઓ ખૂબ જ મોટું સામ્રાજ્ય ધરાવે છે. એ એટલું તો વિશાળ છે કે એની સાથે લડી પણ ન શકાય.

આ પણ વાંચો : જાણો સમર વેકેશનમાં શું કરે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપૂ અને ગોગી



હું કોઈ લડાઈમાં ઊતરવા નથી માગતી, પરંતુ કન્ટેન્ટના વિશ્વમાં મારું પણ એક સ્થાન બને એવી મારી ઇચ્છા છે. એનાથી મને સ્પર્ધા કરવાનું એક માધ્યમ મળી રહેશે. હું એવી સ્ટોરીને દેખાડી શકીશ જે હું ફિલ્મો કે સિરિયલ્સમાં નથી દેખાડી શકતી. એનાથી થોડું મનોરંજન પણ મળશે. મુશ્કેલ હોય એવી ચૅલેન્જ ઉપાડવાનું મને ગમે છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 12:39 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK