Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > એકતા કપૂર જણાવે છે બ્રોકન બટ બ્યુટીફુલ બનાવવાનો તેનો અનુભવ

એકતા કપૂર જણાવે છે બ્રોકન બટ બ્યુટીફુલ બનાવવાનો તેનો અનુભવ

29 November, 2019 11:11 AM IST | Mumbai

એકતા કપૂર જણાવે છે બ્રોકન બટ બ્યુટીફુલ બનાવવાનો તેનો અનુભવ

વિક્રાંત મેસી અને હરલીન શેટ્ટી

વિક્રાંત મેસી અને હરલીન શેટ્ટી


એકતા કપૂરે જણાવ્યું હતું કે તેને ડિજિટલ પ્લૅટફૉર્મ માટે ‘બ્રોકન બટ બ્યુટીફૂલ’ બનાવવામાં એટલી જ મજા આવી જેટલી ટેલિવિઝન પર ‘નાગિન’ બનાવવામાં આવી હતી. ‘બ્રોકન બટ બ્યુટીફુલ’નું ૨૭મી નવેમ્બરે ZEE5 પર અને Alt Balaji પર સ્ટ્રીમિંગ થવાનું છે. આ શોનાં ટ્રેલર-લૉન્ચ વખતે એકતાને પૂછવામાં આવ્યુ હતું કે તે અલગ-અલગ પ્લૅટફૉર્મનાં દર્શકો માટે કન્ટેન્ટ કેવી રીતે બનાવે છે. એનો જવાબ આપતા એકતાએ કહ્યું હતું કે ‘એક વ્યક્તિ તરીકે આપણાં સૌની પર્સનાલિટી અલગ છે. આપણે આપણાં પેરન્ટ્સની સરખામણીએ આપણાં ફ્રેન્ડ્સ, લવર્સ અને આપણી જાત સાથે અલગ રીતે વાત કરીએ છીએ. આવું જ અલગ પ્રકારની સ્ટોરી જણાવતી વખતે પણ થાય છે. ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ શો બનાવતી વખતે મને એટલી જ મજા આવી
હતી, જેટલી કે મને ‘નાગિન’ ખાસ કરીને પંચમુખી નાગિન જે હું હાલમાં બનાવી રહી છું એને બનાવતી વખતે આવી
રહી છે.’

અમાલ, અરમાન, એકતા અને Alt

એકતા કપૂરની પોતાની ફેવરિટ વેબ-સિરીઝ ‘બ્રોકન... બટ બ્યુટિફુલ’ની સેકન્ડ સીઝનમાં પહેલી સીઝનની જેમ જ એક થીમ સૉન્ગ છે જેનું મ્યુઝિક અરમાન મલિક અને અમાલ મલિકે આપ્યું છે. અરમાન અને અમાલે આ અગાઉ કોઈ ડિજિટલ પ્લૅટફૉર્મ પર મ્યુઝિક નથી આપ્યું. આ તેમનું ડિજિટલ ડેબ્યુ છે. ‘શામેં...’ નામના આ ગીતના કમ્પોઝિશન સમયે મલિકભાઈઓ સામે સૌથી મોટી ચૅલેન્જ જો કોઈ હોય તો એ હતી પહેલી સીઝનનું થીમ સૉન્ગ. ‘લૌટે નહીં...’ નામનું એ સૉન્ગ એ સ્તરે પૉપ્યુલર થયું હતું કે મોબાઇલ ઑપરેટર કંપનીએ એ સૉન્ગની કૉલર-ટ્યુન શરૂ કરી હતી. અરમાન મલિક કહે છે, ‘અગાઉ બાલાજીની ફિલ્મ ‘અઝહર’ માટે કામ કર્યું હોવાથી એની ડિમાન્ડ અને રિક્વાયરમેન્ટ વિશે ખબર હતી અને એ પૂરી કરીએ તો કેવું રિઝલ્ટ મળે એ પણ જોયું હતું એટલે ‘શામેં...’ માટે કેવું કામ કરવાનું છે એ પણ ક્લિયર હતું.’ વિક્રાંત મેસી અને હરલિન શેટ્ટી ‘બ્રોકન... બટ બ્યુટિફુલ’ની લીડ પૅર છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 11:11 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK