Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શું હવે નહીં જોવા મળે 'યે હૈ મહોબ્બતે'?

શું હવે નહીં જોવા મળે 'યે હૈ મહોબ્બતે'?

04 March, 2019 05:13 PM IST |

શું હવે નહીં જોવા મળે 'યે હૈ મહોબ્બતે'?

યે હૈ મહોબ્બતે (ફાઈલ ફોટો)

યે હૈ મહોબ્બતે (ફાઈલ ફોટો)


ટેલિવીઝન પર એક સિરિયલ ઑફ એર થાય ન થાય ત્યાં બીજી એક સિરિયલ ઓનએર થવાના સમાચાર આવી જ ગયા હોય. પોતે જોતા હોય તેવી સ્ટોરી ધરાવતી સિરિયલ હોય તો ગૃહિણીઓની પ્લે લિસ્ટમાં વધુ એકનો ઉમેરો થાય છે. પણ આ શું? આ તો તમારી મનપસંદ સિરિયલ 'યે હૈ મહોબ્બતે' હવેથી નહીં આવે ઓન એર? હા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલમાં આ સિરિયલ બંધ થવા જઈ રહી છે.

દિવ્યાંકા ત્રિપાઠી તેમજ કરણ પટેલ અભિનીત સિરિયલ યે હે મોહબ્બતેં એક સમયે સ્ટાર પ્લસની ટોચની સિરિયલ ગણાતી હતી. આ સિરિયલને કારણે દિવ્યાંકા અને કરણને સ્ટાર એક્ટરનું સ્ટેટસ મળ્યું છે. જોકે હવે આ સિરિયલ ટૂંક સમયમાં બંધ થઈ જવાની છે એવા સમાચાર આવ્યા છે. જો કે ચેનલ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી. આ શોના બદલે તેનો નવો શો 'યે હૈ ચાહતે' શરૂ થાય તેવી શક્યતા છે. શો ઓફ એર થવા અંગે વાત કરતાં દિવ્યાંકા ત્રિપાઠીએ કહ્યું કે હજુ સુધી કોઈ એક્ટર્સને જાણ કરાઈ નથી. પાંચ વર્ષથી ચાલી રહેલા આ શોમાં દિવ્યાંકા ઈશિતા ભલ્લાનો રોલ ભજવી રહી છે



આ લોકપ્રિય ટીવી શો 2013માં શરૂ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ખરાબ પ્રદર્શનના કારણે મેકર્સે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્ટાર પ્લસની સરખામણીમાં કલર્સ ચેનલની ટીઆરપી સારી છે. આ સ્પર્ધાને પહોંચી વળવા માટે ચેનલે કડક નિયમો બનાવ્યા છે. દિવ્યાંકા અને કરણ સિવાય અનીતા હસનંદાની, રૂહાનિકા ધવન, અદિતિ ભાટિયા પણ સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.


આ પણ વાંચો : રોહિત શેટ્ટીની મજાક ઉડાવી ભારતી સિંહે

એકની સાથે બીજો આંચકો લાગે તેમ કલર્સ ચેનલ પર આવતી 'ઈન્ટરનેટ વાલા લવ' સીરીયલ પણ બંધ થઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સીરીયલ 8 માર્ચે અંતિમ એપિસોડ ટેલીકાસ્ટ કરશે. જો કે સ્ટાર કાસ્ટનું કહેવું છે કે તેમના ક્રુ મેમ્બર પાસેથી આ વાત જાણવા મળી હતી જોકે ચેનલ કે પ્રોડ્યુસર તરફથી અધિકારિક માહિતી આપવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2019 05:13 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK