એકતા કપૂરની દશેરામાં શ્રદ્ધા

Published: 14th October, 2011 21:01 IST

કરોડો રૂપિયા જ્યારે એક ફિલ્મ પાછળ લાગતા હોય ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલી મુખ્ય વ્યક્તિઓ ભગવાનનો આશરો લે એની હવે કોઈ નવાઈ નથી રહી. જોકે બૉલીવુડમાં આ પ્રકારનાં કાર્યો કરવામાં કદાચ જ કોઈ એકતા કપૂરને પાછળ મૂકી શકે. ‘રાગિની એમએમએસ’માં હનુમાન ચાલીસા અને અજમેરની દરગાહની મુલાકાત બાદ હવે તેણે ‘રૉક ધ શાદી’ માટે પણ પોતાની આસ્થાને વધારે મહત્વ આપ્યું છે.

ફિલ્મનું મુરત પહેલાં દશેરાના પછીના દિવસે કરવાનું હતું અને એ કારણે જ શૂટિંગ પણ એ જ દિવસે શરૂ થવાનું હતું. જોકે એકતા કપૂરે દશેરાના દિવસને વધુ મહત્વ આપવાનું વિચારી ફિલ્મનું મુરત અને શૂટિંગ એ દિવસે કરાવડાવ્યું હતું.

અભય દેઓલ અને જેનિલિયા ડિસોઝા સાથે ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં ૭ ઑક્ટોબરે શરૂ કરવાનો નર્ણિય પહેલાં ડિરેક્ટર નવદીપ સિંહ (‘મનોરમા સિક્સ ફીટ અંડર’ના ડિરેક્ટર) દ્વારા લેવામાં આવ્યો હતો. તેને હતું કે નવરાત્રિ અને દશેરાની પૂજા પછી જ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય. જોકે એકતા કપૂર દશેરામાં ઘણું માને છે અને એ કારણે જ તેણે શેડ્યુલમાં ફેરફારો કરાવ્યા હતા અને મુરતની પૂજા અને ફિલ્મનો પહેલો શૉટ એક દિવસ વહેલો લેવડાવ્યો હતો.

બાલાજી મોશન પિક્ચર્સના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) તનુજ ગર્ગ આ કિસ્સાથી સહમત થતાં કહે છે કે એકતાની જ ઇચ્છા હતી કે શુભ દિવસે જ શુભારંભ થાય અને એટલે જ દશેરાના દિવસે નવદીપે કૅમેરા રોલ કર્યો હતો અને જેનિલિયાએ મુરત શૉટની પહેલી ક્લૅપ આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK