ઝી રાજસ્થાનમાં, એકતા ગોવામાં?

Published: May 27, 2020, 20:32 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ મોટા પાયે હોવાથી હવે મોટા ભાગની ચૅનલ અને પ્રોડ્યુસર સલામત સ્ટેટમાં જઈને શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યાં છે

બે મહિનાથી લૉકડાઉનનો સામનો કરી રહેલી ટીવી ચૅનલ પાસે હવે જૂનું કન્ટેન્ટ પણ પૂરું થવા આવ્યું છે એવા સમયે ચૅનલ પણ નવા કન્ટેન્ટ માટે દેકારો કરે છે. આ તબક્કે પ્રોડ્યુસરને શૂટિંગની પરમિશન મળતી ન હોવાથી એ બિચારા પણ ચૂપ બેસી રહ્યા છે. આવા સમયે હવે ટીવી-ચૅનલે નવો રસ્તો વિચારવાનું શરૂ કર્યું છે અને ટીવી-ચૅનલે પોતાના પ્રોડ્યુસરને શોનું શૂટિંગ અન્ય રાજ્યમાં શિફ્ટ કરવા વિશે વિચારવાનું કહ્યું છે. આ પહેલ ઝી ટીવીએ કરી છે. જો વાત સાચી હોય તો ઝી ટીવી અત્યારે ગંભીરતા સાથે રાજસ્થાનમાં શૂટિંગ કરવા વિશે વિચારી રહી છે.

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ મોટા પાયે છે તો સાથોસાથ શૂટિંગની પરમિશન પણ એકદમ કડક નિયમ સાથે મળે એવા ચાન્સિસ છે. આ પરિસ્થિતિમાં કોરોનાનો ડર પણ સૌકોઈ પર ઝળૂંબ્યા કરે એ પણ સ્વાભાવિક છે, પણ કોરોનાનું ઓછામાં ઓછું સંક્રમણ હોય એવા સ્ટેટમાં જઈને શૂટિંગ કરવામાં આવે તો મોટા ભાગના લોકોના મનમાંથી ડર નીકળી જાય એવું લાગતાં દરેક પ્રોડ્યુસર પણ આ દિશામાં વિચારતા થઈ ગયા છે.

એકતા કપૂર પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મના બે શોનું શૂટિંગ ગોવામાં કરવા વિશે વિચારી રહી છે. ગોવા અત્યારે બિલકુલ કોરોના-ફ્રી છે, પણ ગોવામાં શૂટિંગની પરમિશન અને મુંબઈથી આવતા ટૂરિસ્ટ માટે કેવા નિયમ રાખવામાં આવે છે એના પર બધો નિર્ધાર રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK